સૌરાષ્ટ્ર યુનિ.માં વહેલી સવારે અને મોડી સાંજે જોગિંગ પર પ્રતિબંધ, બેરિકેડ મુકાયા, ગેટ પર તાળાં
અંધારૂ હોય ત્યારે કેમ્પસમાં જવાની મનાઈ, દીપડો ન પકડાય ત્યાં સુધી આવી જ સ્થિતિ રહેશે
દીપડાના આંટાફેરા થતા કસરત કરવા જતા હજારો લોકોની સુરક્ષાને લઈને નિર્ણય લેવાયો
રાજકોટ શહેરની આસપાસ દીપડાએ આંટાફેરા કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. અલગ અલગ સ્થળોએ દીપડો દેખાયાના વાવડ આવે છે જોકે હજુ સુધી વન વિભાગને દીપડો દેખાયો નથી. જ્યાં જ્યાં સગડ મળે છે ત્યાં ત્યાં પીંજરા મૂકવા સુધીનું આયોજન કરાયું છે પણ દીપડો એક રાતમાં ગામના ગામ ફરી વળતો હોવાથી ખરેખર ક્યાં છે તેનો કોઇ અંદાજ નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં દીપડો દેખાયાની વાતને કારણે હવે શહેરમાં પણ લોકો ડરી રહ્યા છે. કેમ્પસમાં ફરી દીપડો ન આવે અને કોઇ પણ હુમલો ન કરે તેની તકેદારીના ભાગરૂપે યુનિવર્સિટીના સત્તાધીશોએ રસ્તાઓ બંધ કરી દીધા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.