બોટાદ ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર અક્ષય બુદાનિયાની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
બોટાદ ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર અક્ષય બુદાનિયાની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
નાગરિકો દ્વારા રજૂ કરાયેલા છ પ્રશ્નોને વાચા આપીને તેનો ત્વરિત નિકાલ માટે માર્ગદર્શન પૂરું પાડતા બુદાનિયા
બોટાદ ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી અક્ષય બુદાનિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદનના સભાખંડ ખાતે જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં જિલ્લાના નાગરિકો દ્વારા રજૂ કરાયેલા છ પ્રશ્નોને વાચા આપીને તેનો ત્વરિત નિકાલ,નિકાલની પ્રક્રિયા તેમજ માર્ગદર્શન પૂરું પાડતા બુદાનિયાએ સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓને જરૂરી પૂર્તતા કરવા અને નાગરિકોના પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવા સૂચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઈ બલોલિયા,નિવાસી અધિક કલેક્ટર મુકેશભાઈ પરમાર સહિત સંબંધિત વિભાગના જિલ્લા-તાલુકાના અધિકારીશ્રીઓ અને અરજદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.