બોટાદના ધારાસભ્ય દ્વારા પાલીતાણાના વાળુકડ ગામે આવેલ લોક વિદ્યાલયમાં સગીર ઉપર થયેલ દુષ્કર્મ બાબતે મુખ્યમંત્રીને લખ્યો પત્ર
બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા પાલીતાણા તાલુકાના વાળુકડ ગામ ખાતે આવેલ લોક વિદ્યાલયમાં આવેલ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અનાથ સગીરા ઉપર છેલ્લા ઘણા સમયથી સગીરા ઉપર દુષ્કર્મ આચરતા હોવાની ઘટના બની છે જેને લઈ મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો,હજુ થોડાક સમય પહેલા જ આ લોક વિદ્યાલયમાં ગર્લ્સ હોસ્ટેલની અગાશી ઉપરથી વિદ્યાર્થીનીનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો.વધુમાં બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ દ્વારા જણાવવાંમાં આવ્યું કે અગાઉ બનેલ ઘટના બબાતે પણ મે નિષ્પક્ષ તપાસ માટે લોક માંગણીને ધ્યાને રાખી પત્ર લખેલ પરંતુ તેમાં પણ કોઈ તપાસ કર્યા વગર તથ્ય વગરનો જવાબ આપવામાં આવેલ,આ બંને ઘટનાઓ ખુબજ શંકાસ્પદ હોય અને કોળી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે,સમાજની લાગણી દુભાઈ રહી છે તો વહેલી તકે આ બંને ઘટનાઓની CBI દ્વારા નિષ્પક્ષ તપાસ કરી આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે તેમજ જો તેઓના પરિવારને યોગ્ય ન્યાય નહિ મળે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન થવાની ચીમકી આપી છે અને ગુજરાતમાં ફરી વખત કોઈ પણ દીકરીઓ ઉપર આવી ઘટના ના બને તેવી દાખલારૂપ કાર્યવાહી કરવા બોટાદ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરવામાં આવી.
રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.