રેલવેના પાટા બદલતી વખતે ક્રેઇનનું વ્હીલ માથે ફરી વળતા શ્રમિક વિક્રમ ગુંડીયાનું મોત - At This Time

રેલવેના પાટા બદલતી વખતે ક્રેઇનનું વ્હીલ માથે ફરી વળતા શ્રમિક વિક્રમ ગુંડીયાનું મોત


રાજકોટ નજીક પરાપીપળીયા ગામ પાસે આવેલી ફાટક નજીક રેલવેના પાટા બદલવાનું કામ કરતી વખતે ક્રેઇનનું વ્હીલ માથે ફરી વળતા ત્યાં કામ કરી રહેલા યુવાન શ્રમિક વિક્રમ નટુભાઇ ગુંડીયા (ઉ.વ.ર0)નું મોત નિપજયું હતું.
બનાવની વિગત મુજબ પરાપીપળીયા ફાટક પાસે રેલવે ટ્રેકના પાટા બદલવાનું કામ ચાલુ હતું જેમાં મૃતક વિક્રમ મજુરી કામ કરતો હતો. સાંજે 6 વાગ્યા આસપાસ કામ ચાલુ હતું ત્યારે વિક્રમ ક્રેઇનમાં દોરડા વડે બાંધેલ પાટા પકડી તેને ફીટ કરવાનું કામ કરતો હતો. તે સમયે અચાનક તે ક્રેઇનના વ્હીલમાં આવી જતા અને દોરડાથી બાંધેલ પાટો માથે પડતા તેને ગંભીર ઇજા થઇ હતી તુરંત તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડતા અહીં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. તે મુળ દાહોદનો વતની હતી. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.