‘શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)’ દ્વારા અકોલા ખાતે ‘પશુ રોગ નિ:શુલ્ક સારવાર કેમ્પ’નું આયોજન
‘શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)’ દ્વારા અકોલા ખાતે ‘પશુ રોગ નિ:શુલ્ક સારવાર કેમ્પ’નું આયોજન
‘શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)’ જયેશભાઈ જરીવાલાનાં નેજા હેઠળ સંસ્થા દ્વારા અનેકો સેવાના કાર્યો કરવામાં આવે છે. નકામી બંજર જમીનમાં નેપીયેર ઘાસ ઉગાડવા માટે મદદ કરવામાં આવે છે. પશુઓને શાતા મળી રહે તે માટે શેડ, ચારા, ગોદામ તેમજ પાણીનાં અવેડા, ગમાણ વિગેરે અકોલા, નાંદેડ, યવતમાલ, વર્ધા, નાગપુર, મહારાષ્ટ્રમાં બંધાવી આપ્યા છે. દર વર્ષે મેગા એનીમલ કેમ્પનું વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં આયોજન કરવામાં આવે છે. જેમાં ૨૦- ૩૦ ગામોનાં પશુઓનો સમાવેશ કરીને લગભગ ૧૫૦ થી ૨૦૦ ડોકટરોની મદદથી હજારોની સંખ્યામાં પશુઓની સારવાર તેમજ ઓપરેશન કરવામાં આવે છે. જેમ કે કેન્સર, ટયુમર તથા પેટમાં રહેલ પ્લાસ્ટિક, કાચ જેવા હાનિકારક વસ્તુઓને ઓપરેશન દ્વારા બહાર કાઢવા, ગર્ભાશયનાં વિવિધ ઉપચાર, જયપુર ફૂટ વિગેરે જેમાં ૫ થી ૧૦ પાંજરાપોળોને લાભ મળે છે.
‘શ્રી આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ’, મુંબઈ દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ વેટરનરી મેડિસિન એન્ડ એનિમલ સાયન્સ, અકોલાના સહયોગથી 24મો ભવ્ય નિ:શુલ્ક ‘પશુ રોગ નિદાન અને સારવાર કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યુટ ઓફ વેટરનરી મેડિસિન એન્ડ એનિમલ સાયન્સ, વેટરનરી કોલેજ નાગપુર, વેટરનરી કોલેજ, પરભણી, પશુપાલન વિભાગ, અકોલા, વિભાગીય રોગ તપાસ પ્રયોગશાળા, અકોલા, આણંદ વેટરનરી કોલેજ (ગુજરાત) અને પશુપાલન વિભાગનાં નિષ્ણાંત ડોકટરો અને વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહેશે. કેમ્પમાં પશુ સર્જરી વિભાગ જ્યાં શિંગડાનું કેન્સર, હર્નીયા, આંખનું કેન્સર, પૂંછડીનું કેન્સર, પેટનું ટક, રીંગ ઓપરેશન, કૂતરા અને બિલાડી, બકરી, ઘેટાંના તમામ પ્રકારના ઓપરેશન અને ઘોડાના પેટના ઓપરેશન કરવામાં આવશે, પ્રાણી સંવર્ધન વિભાગમાં ગાય, ભેંસની સગર્ભાવસ્થા તપાસ, વંધ્યત્વ તપાસ, વારંવાર રીકમ્બન્સી ગાયની તપાસ વગેરે, દવા વિભાગ જેમાં પ્રાણીઓનાં કૃમિનાશક, જંતુનાશક દવાઓનું વિતરણ, રોગનું નિદાન અને તમામ પ્રકારની દવાઓથી સારવાર, રસીકરણ વિભાગ જેમાં મોં મટીલેશન (ગાય અને ભેંસ), પીપીઆર (બકરી), (ઉપલબ્ધતા મુજબ), કૂતરાઓની હડકવા વિરોધી રસી, પ્રાણીઓની તમામ મોસમી રસીકરણ અને અન્ય તમામ શસ્ત્રક્રિયાઓ કરવામાં આવશે. તમામ પશુપાલકો અને ગૌશાળા, પાંજરાપોળોને આ કેમ્પનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે. આ કેમ્પ 07 જાન્યુઆરી 2024, રવિવારનાં રોજ સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી આદર્શ ગોસેવા અને અનુસંધાન પ્રકલ્પ નાયકવાડે "ગોસેવા ધામ", રામ નગર, અકોલા ખાતે રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવા અને આ અંગે વધુ માહિતી માટે રમાકાંત ભોપલે (મો. 9370369842), શ્રીકાંત બોરકર (મો. 9049261902), ગણેશ પટેલ (મો. 9405519643) અને રામદાસ જરંગે (મો. 8308061873) નો સંપર્ક કરવા જયેશભાઈ જરીવાલાની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ.નટવરલાલ. ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.