ભેસાણ તાલુકાના જૂની ધારી ગુંદાડી ગામ ની સેવા સહકારી મંડલી દ્વારા છ કરોડ ની ઉચાપત કર્યાં નો ગ્રામ જનો નો આક્ષેપ
ભેસાણ તાલુકાના જૂની ધારી ગુંદાડી ગામ ની સેવા સહ કારી મંડળી દ્વારા છ કરોડ ની ઉચાપત થયા ના આક્ષેપ સાથે આજે જૂની ધારી ગુંદાડી ગ્રામ ખેડૂતો એ મામલતદાર અને તાલુકા ની મુખ્ય બ્રાન્ચ ને અને પોલીસ ને આપ્યું આવેદન પત્ર ગ્રામ જનો અને ખેડૂતો નું કહેવું છે કે જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિમિટેડ હેઠળ આવતી ભેસાણ તાલુકા ની બ્રાન્ચ ને આવેદન પત્ર આપેલ અને જણાવેલ કે જૂની ધારી ગુંદાડી ની સાખા માંથી પાક ધિરાણ ઉપાડતા હતા પરંતુ ખેડૂતો ના ખાતા માંથી જાણ વગર અંદાજિત છ કરોડ જેવી રકમ ની ઉચાપત કર્યાનો ખેડૂતો એ ખુલો આરોપ કર્યો છે આ બાબત ની મંડળી ના કર્મચારી નાસી ગયેલ છે આ ઉચાપત માં મંત્રી દ્વારા કહેલ કે ખાતેદારો ના એટીએમ તેમજ પાન કાર્ડ લિંક કરવાના હોય તેવું બાનું બતાવીને પાન કાર્ડ તેમજ એટીએમ તેમજ ચેક બુક લઈ ને ખેડૂતો ના ખાતામાંથી નાણાં ની ઉચાપત કરેલ છે જેને લઈ ખેડૂતો માં ભારે નારાજગી જોવા મળી છે આવેદનપત્રમાં આ જૂની ધારી ગુંદાડી મંડળી ના મંત્રી અને પ્રમુખ અને જેતે વખત ના મેનેજર સામે કડક માં કડક કાર્યવાહી કરી નિયમ મુજબ કાર્ય વાહી કરવા જણાવ્યું હતું અને સાથે સાથે ભેસાણ પંથક માં પહેલા વાંદરવડ અને છોડવડી અને આજે જૂની ધારી ગુંદારી ને લઇ આત્રીજો બનાવ છે તો ઉચ અધિકારી દ્વારા કડક મા કડક કાર્ય વાહી કરવા માં આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે અને હજી ઘણી મંડળી ઓ સંકાના ના દાયરામાં છે તો સત વરે તપાસ કરી ધારા ધોરણ મુજબ કાર્ય વાહી કરવા વિનંતી રિપોર્ટ.... કાસમ હોથી... ભેસાણ... મો.9913465786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.