નાના પાળીયાદના જાગાભાઇ મેર માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા બની સુખનું સરનામું - At This Time

નાના પાળીયાદના જાગાભાઇ મેર માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા બની સુખનું સરનામું


નાના પાળીયાદના જાગાભાઇ મેર માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા બની સુખનું સરનામું

સરકાર દ્વારા પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરીકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતી ફેલાવવા સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સુદ્રઢ આયોજન કરાયું છે,ત્યારે બોટાદ જિલ્લાના નાના પાળીયાદ ગામે યોજાયેલા વિકસીત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં લાભાર્થી જાગાભાઇ ગાંડાભાઇ મેરને પ્રધાનમંત્રી આવાસ યોજનાની પ્રતિકાત્મક ચાવી એનાયત કરવામાં આવી હતી.ત્યારે આ યાત્રાની ફળશ્રુતિરૂપે જાગાભાઇ મેરનાં જીવનમાં કેવું પરિવર્તન આવ્યું તેની વાત કરતાં અને સરકારની જનકલ્યાણલક્ષી યોજનાનો લાભ મેળવી આનંદ સાથે પોતાનો પ્રતિભાવ આપતાં તેમણે કહ્યું કે,પહેલા અમારે કાચું મકાન હતું જેમાં અમે પરિવારના પાંચ સભ્યો સાથે રહેતાં.એ સમયે કાચાં મકાનનાં કારણે અમને સૌને પારાવાર મુશ્કેલીઓ પડતી હતી,અમે છુટક મજૂરી કરીને અમારું ગુજરાન ચલાવતા હોવાથી અમારા માટે પોતાની માલિકીનું ઘર બનાવવું તે તો એક સ્વપ્ન સમાન જ હતું જે કદાચ ક્યારેય હકિકતમાં શક્ય બન્યું જ ના હોત,પરંતુ અમારા મનની વાત જાણે સરકારે સાંભળી હોય તેવું લાગ્યું કારણ કે,પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અમને હવે પાકું મકાન મળ્યું છે.આ મકાન પૂર્ણ થતાં વિકસીત ભારત સંકલ્પ પાત્રાના કાર્યક્રમમાં આવાસની ચાવી એનાયત થવાથી અમારા પરિવારમાં જાણે ખુશી છવાઇ છે. આ યોજનાનો લાભ આપવા બદલ જાગાભાઇ અને તેમના પરિવારે સરકારનો આભાર માન્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.