વિકસિત ભારતના દામનગર શહેરમાં રમત ગમતનું મેદાન અને બગીચાની જરૂર.. મજબૂત.! - નેતાગીરી - At This Time

વિકસિત ભારતના દામનગર શહેરમાં રમત ગમતનું મેદાન અને બગીચાની જરૂર.. મજબૂત.! – નેતાગીરી


વિકસિત ભારતના દામનગર શહેરમાં રમત ગમતનું મેદાન અને બગીચાની જરૂર.. મજબૂત.! - નેતાગીરી ( સત્તા માટે..!!) મા સરકાર સાથે સંકલન આવશ્યક..લોકોનો ઉપયોગ ચૂંટણી સમયે જ..!!? ગુજરાત રાજ્ય અને ભારત દેશના ગુણગાન ગવાઈ રહ્યા છે.. અમૃતકાળ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.,૨૦૨૪માં યોજાનાર સંસદની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ છે,રાજકીય પક્ષોના કહેવાતા નેતાઓ અને કાર્યકરો દ્વારા પોતાના પક્ષનું સંગઠન મજબૂત કરવા અને મતદારો સુધી પહોંચવા કોઈને કોઈ રીત અજમાવી રહ્યા છે ...ત્યારે દામનગર શહેરમાં જોઈએ તો બે મેદાન હતા,એક પોલીસ પરેડ ગ્રાઉન્ડ ત્યાં સરકારી દવાખાનું બનાવ્યું, બીજું હાલ નગરપાલિકા પાસે નું મેદાન હતું ત્યાં વિવાદોના વમળો દૂર થતાં એસ.ટી.બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું. ડ કક્ષાની નગરપાલિકા વિસ્તારમાં એક પણ રમત ગમતનું મેદાન ન હોય, વિવિધ રમતોના ખેલાડીઓને પોતાની મન ગમતી રમત - ગમતની પ્રવૃત્તિ ( શોખ ) માટે જ્યા - ત્યાં સત્તાધીશોની દીર્ઘ દૃષ્ટિને અભાવે ભટકવું પડે છે તે યોગ્ય ન ગણાય.. દામનગર શહેરની અંદાજીત વસ્તી ત્રેવીસ થી ચોવીશ હજાર ગણી શકાય..!! બીજું કે એક સારો બગીચો બનાવવા માટે સરકારી દવાખાના નજીક જગ્યા ફાળવાઈ હતી અને ગ્રાન્ટ પણ મળી હતી,ત્યાં બગીચાના નામે ભ્રષ્ટાચાર કરીને મોટું કૌભાંડ બહાર આવ્યું...!! આ જગ્યામાં બાવળિયા ઉગ્યા છે તે વિકાસની ખોખલી વાસ્તવિકતા છે..! દામનગરમાં યુવા ખેલાડીઓની સંખ્યા વધી રહી છે,તેઓને રમત - ગમત ક્ષેત્રે આગળ વધી કારકિર્દી બનાવવી છે,પણ...પણ....મેદાન જ નથી...જો ખરેખર આશાસ્પદ યુવા ખેલાડીઓ માટે એક વિશાળ મેદાનની ખુબજ જરૂર હોય સ્થાનિક અને સરકારી તંત્ર આ માટે જગ્યા સંપાદન કરી, જરૂરી કાર્યવાહી માટે ધારાસભ્ય અને સાંસદ દ્વારા પ્રયત્નો કરવામાં આવે એવી ખેલાડીઓની લાગણી વ્યક્ત થઈ છે..( અતુલ શુક્લ દામનગર અમરેલી.)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.