બોટાદ જિલ્લા વિકાસ અધિકાર અક્ષય બુદાનિયાના અધ્યક્ષસ્થાને બોટાદ ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઇ
બોટાદ જિલ્લા વિકાસ અધિકાર અક્ષય બુદાનિયાના અધ્યક્ષસ્થાને બોટાદ ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઇ
બોટાદ જિલ્લા વિકાસ અધિકાર અક્ષય બુદાનિયાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા સેવા સદન ખાતે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી.જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરી જરૂર જણાય ત્યાં સ્પીડ બ્રેકર મુકાવવા,યોગ્ય સાઇનેજીસ લગાવવા,ઓવર સ્પીડીંગ કરતા વાહન ચાલકો સામે કાયદાકીય પગલા ભરવા,વાહનોના કાચ પરથી બ્લેક ફિલ્મ હટાવવાની કામગીરી કરવા,હેલ્મેટ ન પહેરનારા તથા સીટ બેલ્ટ ન બાંધ્યા હોય તેવા તમામ વાહન ચાલકો સામે તુરંત દંડની કાર્યવાહી હાથ ધરવા તાકીદ કરી હતી.સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી તથા પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા જિલ્લામાં સંયુક્ત ડ્રાઇવ દરમિયાન સીટ બેલ્ટ ન બાંધનારા ૨૦૦ લોકો,રોંગ સાઈડમાં વાહન ચલાવનાર ૩૪ લોકો તથા હેલ્મેટ ન પહેરનારા ૭૦ લોકોને દંડ ફટકાર્યો હોવાની જાણકારી આપી હતી.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.