પોલીસમાં અરજી કર્યાનો ખાર રાખી આર્યનગરના જયદીપ કાછેલા પર બે શખ્સોનો ધોકાથી હુમલો
ભગવતીપરા પુલ પાસે આર્યનગરમાં રહેતા જયદીપ કાછેલા નામના યુવક પર બે અજાણ્યા શખ્સોએ ધોકાથી હુમલો કરતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ આર્યનગર-5માં રહેતા જયદીપભાઇ રોહિતભાઇ કાછેલા (ઉ.વ.ર7) ગઇ રાત્રેના 8 વાગ્યે પારેવડી ચોક નજીક ભગવતીપરા પુલ પાસે હતા ત્યારે બે અજાણ્યા શખ્સોએ ધોકાથી હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી નાસી છુટયા હતા. મારામારીમાં ઘવાયેલા યુવાનને સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી.
વધુમાં મળેલ વિગત મુજબ ઇજાગ્રસ્ત જયદીપે જણાવ્યું હતું કે તેની બહેનને ચિરાગ લાલજી પિત્રોડા નામનો શખ્સ ભગાડીને લઇ ગયેલ હતો. જે મામલે ગત તા. 17ના બી ડીવીઝન પોલીસ મથકે તેના વિરૂધ્ધ અરજી કરેલ હતી. જેનો ખાર રાખી ચિરાગ પિત્રોડા અને તેની માતા હંસાબેને અજાણ્યા શખ્સોને મોકલી માર મારી હવે અરજી કરીશ તો તારો વારસો પણ વધવા નહીં દઉ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.