આંબલા ખાતે શિશુવિહાર સંસ્થા અંતર્ગત કન્યા કેળવણી પુરસ્કાર અર્પણ કાર્યક્રમ યોજાયો પ્રથમ ક્રમની સ્પર્ધાના બદલે સૌના સહયોગ સાથે પ્રોત્સાહન એ લોકશાળાઓનું કર્તવ્ય : શ્રી રાજેન્દ્ર ખિમાણી - At This Time

આંબલા ખાતે શિશુવિહાર સંસ્થા અંતર્ગત કન્યા કેળવણી પુરસ્કાર અર્પણ કાર્યક્રમ યોજાયો પ્રથમ ક્રમની સ્પર્ધાના બદલે સૌના સહયોગ સાથે પ્રોત્સાહન એ લોકશાળાઓનું કર્તવ્ય : શ્રી રાજેન્દ્ર ખિમાણી


ભાવનગરની શિશુવિહાર સંસ્થા અંતર્ગત શ્રી ગાંધી મહેન્દ્ર ચત્રભુજ સંસ્થા દ્વારા  શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોક શાળા ખાતે કન્યા કેળવણી પુરસ્કાર અર્પણ કાર્યક્રમમાં લોકભારતી વિશ્વ 

વિદ્યાલયના વડા શ્રી રાજેન્દ્ર ખિમાણીએ પ્રથમ ક્રમની સ્પર્ધાના બદલે સૌના સહયોગ સાથે પ્રોત્સાહન એ લોકશાળાઓનું કર્તવ્ય હોવાનું જણાવ્યુ.

શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોક શાળા આંબલા ખાતે ભાવનગરની શિશુવિહાર સંસ્થા અંતર્ગત શ્રી હીરાબેન માનભાઈ ભટ્ટ મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિ સંદર્ભે કન્યા કેળવણી પુરસ્કાર અર્પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અતિથિ તરીકે શ્રી ગૌરાંગભાઈ ગાંધી રહ્યા હતા.

લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરાનાં વડા શ્રી રાજેન્દ્ર ખિમાણીએ આ પ્રસંગ લાગણીઓ વહેંચવાનો ગણાવી સમાજ અને સંસ્થાઓના અનુબંધ માટે આવકાર્ય ગણાવ્યો. પ્રથમ ક્રમની સ્પર્ધાના બદલે સૌના સહયોગ સાથે પ્રોત્સાહન એ લોકશાળાઓનું કર્તવ્ય હોવાનું જણાવ્યુ.

શિશુવિહાર સંસ્થાના વડા ડો નાનકભાઈ ભટ્ટે પ્રારંભિક સ્વાગત ભૂમિકા સાથે ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થામાં શ્રી નાનાભાઈ ભટ્ટ દ્વારા નઈતાલીમ અને શિશુવિહાર સંસ્થામાં શ્રી માનભાઈ ભટ્ટ દ્વારા અવૈધિક શિક્ષણ દ્વારા સમાજને સંવેદના અને મુખ્ય શિક્ષણ અપાયાનો ઉલ્લેખ કર્યો. તેઓએ જણાવ્યા મુજબ આ શૈક્ષણિક સહાય અભિયાન તળે ધોરણ ૧૦, ૧૨, સ્નાતક વિદ્યાર્થીનીઓ તેમજ સીવણ સંચા મળીને રૂપિયા 65 લાખ જેટલી રકમ અર્પણ થઈ છે.

આ કાર્યક્રમમાં શ્રી મહેશભાઈ ભટ્ટે કૃષિ અને ઋષિ સંસ્કૃતિ સાથે કૌશલ્ય પર વાત કરી હતી.

આ ઉપક્રમમાં શ્રી વિનયવિહાર કેળવણી મંડળ વાળુકડ, શ્રી લોક કલ્યાણ વિદ્યાલય માઈધાર, શ્રી લોકસેવક સંઘ થોરડી, શ્રી લોકનિકેતન સંસ્થા બેલા, શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ મણાર, શ્રી લોકસેવા સંસ્થા વળાવડ, શ્રી સર્વોદય સરસ્વતી મંદિર બાબાપુર, શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા, શ્રી કસ્તુરબા સંસ્થા પાણીયાળી તથા શ્રી લોકશાળા ખડસલી સંસ્થાઓના વડાઓની ઉપસ્થિતિ સાથેn મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થિનીઓને સહાય અર્પણ કરવામાં આવી.

કાર્યક્રમમાં શ્રી હરીશભાઈ ભટ્ટ તથા શ્રી હીનાબેન ભટ્ટની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આભાર દર્શન સંસ્થાના વડા શ્રી સુરશંગભાઈ ચૌહાણે કરેલ.

આ ઉપક્રમમાં સંગીત વૃંદ દ્વારા સુંદર ગાન અને મોજીલી શાળા દ્વારા ઉમંગભેર રાસ રજૂ થયેલ. કાર્યક્રમ સંચાલનમાં શ્રી મૂકેશભાઈ મહેતા રહ્યા હતા. સંસ્થા પરિવારના શ્રી રાજેન્દ્રસિંહ વાળા, શ્રી વાઘજીભાઈ કરમટિયા સાથે કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ સંકલનમાં રહ્યા હતા.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.