શહેરમાં સ્ટ્રીટલાઈટને લગતી 30 હજારથી વધુ ફરિયાદો
રાજકોટ શહેરમાં સ્ટ્રીટલાઈટની જવાબદારી રાજકોટ મનપાની છે અને તે માટે અનેક સ્થળોએ નવી લાઈટ નાખવાનું કામ ચાલી રહ્યું છે પણ તેટલી જ વધારે ફરિયાદ પણ સ્ટ્રીટલાઈટને લગતી છે. શહેરમાં ભૂગર્ભ ગટર બાદ સૌથી વધુ ફરિયાદો સ્ટ્રીટલાઈટને લગતી છે. છ મહિનામાં જ 30,000થી વધુ ફરિયાદો આવે છે. આ ફરિયાદો માટે મનપા શું પગલાં લે છે તેને લઈને જનરલ બોર્ડમાં પણ મામલો પહોંચી ચૂક્યો છે. હાલની સ્થિતિએ મનપા પાસે સ્ટ્રીટલાઈટ રિપેર કરવા માટે 11 વાહનો છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ પણ આપેલા છે. આમ છતાં ફરિયાદોનો મારો ચાલુ જ રહે છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે નવી નાખેલી સ્ટ્રીટલાઈટમાં પણ સમસ્યા થતી હોય તો તેનો કાયમી ઈલાજ શા શોધવામાં આવતો નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.