સાબરકાંઠા જિલ્લામાં-: પ્રોહી ડ્રાઈવ દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હિંમતનગર બી.ડીવીઝન પોલીસ…..
સાબરકાંઠામાં-:
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેંદ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક સાબરકાંઠા વિજય પટેલનાઓએ ડી.જી.પીની આપેલ પ્રોહી ડ્રાઇવ અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં સખતમાં સખત પેટ્રોલીંગ રાખી દારૂ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એસ.જે.પંડયા તથા વીમલ.આર.ચૌહાણ પોલીસ સબ ઇન્સપેક્ટર તથા ડી સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ.તા.૨૫/૧૨/૨૦૨૩ના રોજ પોલીસ સબ ઇન્સ વીમલ.આર.ચૌહાણ તથા ડી.સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા..
તે દરમ્યાન ધાંણધા ફાટક પાસે આવતા અમોને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ધાણધા ગામે રહેતો જયેન્દ્રસિંહ મગનસિંહ રાઠોડનો વિદેશી દારૂની બોટલો ધાણધા ગામની સીમમાં હાથમતી નદી ઉપર બનાવેલ નવા બ્રીજપાસે નદીના પટમાં ખાડો કરી સંતાડે છે અને વેચે છે,જેથી ડી.સ્ટાફના માણસો સાથે બાતમી હકીકતવાળી જગ્યાએ જતા એક ઇસમ પોલીસને જોઇ નાસી ગયેલ અને તે ધાણધા ગામનો જયેન્દ્રસિંહ મગનસિંહ રાઠોડ હતો.તે જે જગ્યાએથી નાસી ગયેલ તે જગ્યાએ જોતા નદીના પટમા ખાડો કરી ભારતીય બનાવટની ઇન્ગલીશ દારુ ની બોટલો સંતાડેલ હોય જે તમામ બોટલો ખાડામાંથી બહાર કાઢી જોતા ઓફીસર ચોઇસ ક્લાસીક વ્હીસ્કી ૩૭૫ એમ.એલ.ની કાચની કંપની સીલબંધ બોટલ રાજસ્થાન બનાવટની બોટલો હોય..
જે બોટલો નંગ-૪૬ કિં.રૂ.૧૦,૩૫૦/- મળી આવેલ તથા ભારતીય બનાવટના વિદેશી દારૂની રોયલ સ્ટેગ ડીલક્ષ વ્હીસ્કી ૩૭૫ એમ.એલ.ની કાચની કંપની સીલબંધ બોટલ રાજસ્થાન બનાવટની જે બોટલો નંગ-૪૮ કિં.રૂ.૧૬,૫૬૦/- કુલ નંગ-૯૪ બોટલની કિં.રૂ.૨૬,૯૧૦/-નો મુદ્દામાલ તપસ અર્થે કબ્જે કરેલ છે.પકડાયેલ વોન્ટેડ આરોપી જેમાં જયેન્દ્રસિંહ મગનસિંહ રાઠોડ રહે.ધાણધા ઠાકોરવાસ,તા.હિંમતનગરના વિરુધ્ધ હિંમતનગર બી.ડીવિઝન પોલીસ સ્ટેશન સી.પાર્ટ.નંબર-૧૧૨૦૯૦૫૬૨૩૧૦૪૫/૨૩ પ્રોહી એક્ટ કલમ -૬પએઈ મુજબનો પ્રોહિ કેશ કરવામાં આવેલ છે..
આમ,હિંમતનગર બી.ડીવિઝન પોલીસ સ્ટાફ દવારા પ્રોહિડ્રાઈવ દરમ્યાન ગણનાપાત્ર કેશ શોધી પ્રસંશનીય કામગીરી કરેલ છે અને કામગીરી કરનાર અધીકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સપેક્ટર એસ.જે.પંડયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીમલ.આર.ચૌહાણ,આસિસ્ટન્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ જીગ્નેશકુમાર સુરેશભાઈ,દલજીતસિંહ રામસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ લાલસિંહ,નિકુલસિંહ મહેન્દ્રસિંહ.
રિપોર્ટર-:
શાહબુદ્દીન શિરોયા
સાબરકાંઠા.....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.