અનેક ફરિયાદો છતાં કોઠારિયા રોડની સોસાયટીઓમાં બે વર્ષથી ખાડારાજ
રહેવાસીઓ કંટાળીને રૂબરૂ વોર્ડ ઓફિસ ગયા છતાં પરિણામ નહિ
રાજકોટ શહેરમાં રોડ-રસ્તાની ઘણી સમસ્યાઓ પ્રત્યે મનપા મૌન રહે છે જે કોઠારિયા રોડ પરની સોસાયટીઓમાં પણ થઈ રહ્યું છે.કોઠારિયા મેઈન રોડ પર આવેલી અલગ અલગ સોસાયટીઓના રહીશો ખાડાઓને કારણે ત્રસ્ત છે. રોડ પર ખાડાને કારણે ચોમાસામાં પાણી ભરાય છે, ગંદકી અને મચ્છરોને કારણે બીમારી ફેલાય છે. ઘણી વખત વાહનચાલકો ખાડાને કારણે અકસ્માતનો ભોગ બને છે. આ કારણે અનેક ફરિયાદો કરાઈ હતી વોર્ડ ઓફિસે છથી સાત વખત રૂબરૂ લોકો ગયા હતા આમ છતાં હજુ સુધી કોઈએ રસ્તો રિપેર કરવાની તસ્દી લીધી નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.