શાબ્દિક હિંસા તલવાર ની ધાર કરતા તેજ ઘેરા પ્રત્યાઘાત પૂર્વ સાંસદ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે પોતા ના જાન ઉપર જોખમ હોવા ની આપી ફરિયાદ. પોલીસ રક્ષણ ની માંગ કરી - At This Time

શાબ્દિક હિંસા તલવાર ની ધાર કરતા તેજ ઘેરા પ્રત્યાઘાત પૂર્વ સાંસદ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે પોતા ના જાન ઉપર જોખમ હોવા ની આપી ફરિયાદ. પોલીસ રક્ષણ ની માંગ કરી


અમરેલી પૂર્વ સાંસદ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે પોતા ના જાન ઉપર જોખમ હોવા ની આપી ફરિયાદ 

પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી. સી.ટી. પોલીસ સ્ટેશન, અમરેલી.ને ઉદેશી તેમના વિરુદ્ધ અપમાનજનક થયેલા વાણી વિલાસથી મારી ઉપર થયેલી માનહાની અંગે બદનક્ષી ફરીયાદ તેમજ જાનનાં જોખમ અંગે રક્ષણ આપવા માંગ કરી તા.૨૨/૧૨/૨૦૨૩ નાં રોજ અમરેલી માર્કેટ યાર્ડ(જુના) ખાતે કોંગ્રેસ કાર્યાલય હોલમાં થયેલી કોંગ્રેસ કાર્યકરોની બેઠકમાં આ દેશની સાંપ્રત સમસ્યાઓ બાબત ખેડુતોને પડતી મુશ્કેલી, નાના વેપારીઓ અને ગરીબ માણસોની હાલાકી બાબતે તેમજ ઇન્ડીયા ગઠબંધન ૧૪૨ સાંસદોને સસ્પેન્ડ કરી લોકશાહીનું ગળુ દબાવવા માટેનો જે પ્રયાસ થઈ રહ્યો છે તે બાબતે એક જિલ્લાભરનાં કોંગ્રેસ કાર્યકરોની મહત્વની બેઠક મળેલ હતી. આ બેઠકમાં પૂર્વ વિરોધ પક્ષના નેતા, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સિધ્ધાર્થભાઇ પટેલ, જિલ્લાના પુર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતનાં પુર્વ પ્રમુખ, વિવિધ કમિટીનાં ચેરમેન, જિલ્લા પંચાયતના પુર્વ સભ્યો, તાલુકા પંચાયતના પુર્વ સભ્યો, નગરપાલિકાના પુર્વ સભ્યો કોંગ્રેસના મહત્વનાં આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

મારા ભાષણ દરમ્યાન દેશમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે ડોલર સામે રૂપિયો દિન-પ્રતિદિન નીચો પડતો જાય છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં વડાપ્રધાન તે સમયે તેનાં ભાષણમાં અનેક વખત શાસકપક્ષનાં વડાપ્રધાન તેમજ પક્ષનાં મહત્વનાં આગેવાનો બાબતમાં ભાષણ આપેલ હતા અને તે ભાષણમાં વડાપ્રધાન સહિત U P A ચેરપર્શન અને સાંસદ રાહુલ ગાંધી બાબતે જે વાણી વિલાસ થયેલ તેનું માત્ર ઉલ્લેખ કરીને હાલની દેશની પરિસ્થિતિ કૃષિ વિકાસ દર દિન-પ્રતિદિન ઘટતો જાય છે દેશ અને રાજ્યો પર કર્જ વધતા જાય છે. ઇન્ટરનેશન સંસ્થા IFM સંસ્થા દ્વારા જે અહેવાલ બહાર પડેલ છે તેમાં GDP કરતા કર્જ વધી રહ્યું છે તે દેશ માટે હાનિકારક છે. ખેડુતોના જણસનાં ભાવ ૧૫ વર્ષ કરતા નીચી સપાટીએ ગયા છે. ઉદ્યોગપતિઓ બેંકોના પૈસા લઈ ભાગી રહ્યા છે. ગેસનાં ભાવ બાબતે તે વખતે ભાજપ આંદોલન કરતા તે કરતા મોંઘામાં મોંઘા ગૃહિણીઓને ગેસ દુનિયામાં ભારત દેશમાં છે તેનો સ્વભાવિક મનમાં રોષ હોઇ તે બાબતે લોકોને સમજાવવા માટે પ્રયાસ કરતા ઉશ્કેરાહટમાં કોઇ શબ્દો નીકળી ગયા હોઇ સ્વભાવિક છે. સંવિધાનીક બંધારણીય કાયદામાં વ્યક્તિને રાજકીય આગેવાનને ઉતારી પાડવાનાં પ્રયાસો ન હોઇ પરંતુ ઉશ્કેરાહટમાં શબ્દો નીકળી ગયા હોય તેવું બની શકે. તે બાબતને મોટુ સ્વરૂપ આપી શાસકપક્ષના સાંસદ, ધારાસભ્ય અને પદાધિકારીઓ મારી વ્યક્તિગત બદનક્ષી થાય તે પ્રકારનાં ભાષણોમાં શબ્દો બોલી રહ્યા છે તેનાં પ્રેસ કટીંગ સાથે ફરિયાદ આપી

તેમજ જરૂર પડે તો તેમની ઓડિયો ક્લીપ (પેનડ્રાઇવ) પણ રજૂ કરીશ હાલ મોટુ ટોળુ કરીને મારા જાનનું પણ જોખમ પણ હોઇ શાસકપક્ષના સભ્યો દબાવી અને મારી વાણી સ્વતંત્રતા ઉપર તરાપ મારવા માંગતા હોય મારો બંધારણીય હકકને દબાવવા માટેનો પ્રયાસ થતો હોય તેમ છતાં મારી ઉપર મને બિનસત્તાવાર જાણવા મળ્યા પ્રમાણે આપનાં તાબાનાં પોલીસ મથકમાં મારી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ છે અને આપે નોંધેલ છે તેવું પ્રેસમિડીયા મારફત મને જાણવા મળેલ છે. જેની નકલ સામેલ છે. જો જિલ્લા મથકે તાલુકા મથકે જાહેરનામાનાં ભંગ કરી ટોળુ કરી મારી વિરૂધ્ધ કરેલા બફાટ અને બદનક્ષી બાબતે IPC કલમ- ૪૯૯, ૫૦૦ અને ૫૦૪ તેમજ મારી નાખવાની ધમકી મુજબ સાંસદ નારણભાઇ કાછડીયા કે જેઓ પ્રેસમિડીયા મારફત અનેકો એ મને ઉતારી પાડવાનાં શબ્દોથી ભાષણ કર્યા છે. સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઇ કસવાલા, લાઠી ધારાસભ્ય શ્રી તળાવીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઇ સુતરીયા, જિલ્લા ભાજપ મંત્રી મેહુલભાઇ ધનજીભાઇ ધોરાજીયા, રાજુલા ભાજપના આગેવાન રવુભાઇ ખુમાણ, તથા અન્ય બાબરા તાલુકા પંચાયત આગેવાન ભુપેન્દ્રભાઇ બસીયા, મુકેશભાઇ ખોખરીયા, નીતિનભાઇ રાઠોડ, બીપીનભાઇ રાદડીયા, અશોકભાઇ રાખોલીયા, ધારી અતુલભાઈ કાનાણી, મૃગેશભાઇ કોટડીયા, જીતુભાઇ જોષી વડીયા વિપુલભાઇ રાંક સહિત અનેક ભાજપી કાર્યકર્તાઓએ તથા જિલ્લા ભરનાં આગેવાનોએ મારૂ પુતળા દહન કરી મને અપમાનિત કરેલ હોય તેમના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી અંગે ગુન્હો દાખલ કરવા આ પત્રથી મારી માંગણી છે. દેશનાં બંધારણ પ્રમાણે કોઇનું અપમાન કરવું એ ગુન્હો છે પરંતુ સામે પક્ષે પણ કોઇ અપમાન કરે એ ગુનાહિત કૃત્ય છે તે તમામ બાબતો ધ્યાને લઈ આપના તાબા નીચે આવતા તેમજ આપના પોલીસ સ્ટેશન તાબા સિવાયના અન્ય તાબામાં આવતા જેતે પોલીસ સ્ટેશમાં ગુન્હો નોંધવામાં આવે તેવી મારી રજુઆત સહ માંગણી છે. આ પત્રની એક નકલ જિલ્લા પોલીસ વડાશ્રી અમરેલી તેમજ ડીવીઝન પોલીસ વડાશ્રી ભાવનગર અને બંધારણીય વડા મહામાહિમ રાજયપાલ દેવવતજીને હું પાઠવી રહ્યો છું. તો મે જણાવેલ ઇસમો તેમજ અન્ય જોડાયેલ ઇસમો વિરૂધ્ધ ગુન્હો નોંધવામાં આવે અને ભુતકાળમાં મારા ઘર પાસે હુમલા થયેલ હોય, શાસકપક્ષના તોફાની તત્વો મારા જાનને નુકશાન ન કરે મને અને મારા કુટુંબને રક્ષિત કરવા માંગણી છે. આ પત્ર આપને રૂબરૂ આપી રહ્યો છુ તો તુર્તજ ગુન્હો નોંધવા મારી માંગણી છે.-

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.