ધંધુકા ખાતે વિજય પ્રયાગ શિબિર તક્ષશિલા પાસે યોજાશે - At This Time

ધંધુકા ખાતે વિજય પ્રયાગ શિબિર તક્ષશિલા પાસે યોજાશે


અમદાવાદ જીલ્લા ના ધંધુકા ખાતે વિજય પ્રયાગ શિબિર તક્ષશિલા પાસે યોજાશે

ધંધુકા જિલ્લાનો એક શિબિર કરવાનું નક્કી કરેલા જેના ભાગરૂપે વિજય પ્રયાણ શિબિર ધંધુકા નક્કી થયેલા તારીખ ૨૩/૨૪ અને ૨૫ ડિસેમ્બર ધંધુકા તક્ષશિલા ની બાજુના ખુલ્લા ખેતરમાં આ શિબિર માટે એક આખી નગર રચના સ્વયંસેવકો દ્વારા ઉભી કરવામાં આવી છે

વર્ષ ૧૯૨૫ માં સંઘ કાર્યની શરૂઆત નાગપુર ખાતે થઈ ત્યારબાદ અલગ અલગ પ્રાંતમાં શરૂઆત થઈ ગુજરાતમાં બે પ્રાંત છે એક ગુજરાત બીજું સૌરાષ્ટ્ર

સંઘની દ્રષ્ટિ ધંધુકા જિલ્લો છે જે સૌરાષ્ટ્ર પ્રાંત અંતર્ગત આવેલ છે.

ધંધુકા જિલ્લામાં ધોળકા બાવળા ધંધુકા ધોલેરા રાણપુર અને બરવાળા એમ કુલ છ તાલુકા તથા ધોળકા ધંધુકા બાવળા એમ ત્રણ નગર એમ કુલ ૯ એકમ આવે છે

ધંધુકા તેનું જિલ્લા કેન્દ્ર છે વર્ષ ૧૯૪૨ થી ધંધુકા જિલ્લામાં સંઘ કાર્ય શરૂ છે

વર્ષ ૨૦૨૫ સંઘની સ્થાપના ને ૧૦૦ વર્ષ પૂર્ણ થાય છે છેલ્લા ૯૮ વર્ષથી સંઘ હિન્દુ સમાજનું સંગઠન કરવાની સાથે સાથે સામાજિક સમરસતા,પર્યાવરણ ,બેહનો માટે સેવિકા સમિતિ, ધર્મ જાગરણ અનેક વિધ સેવાના કર્યો તેમજ વિવિધ ક્ષેત્રોમાં સંઘ કાર્યરત છે.

તો સંઘના શતાબ્દી વર્ષમાં ભારતના ગામે ગામ સંઘ કાર્ય પહોંચે તેવા આશયથી તેમજ કાર્યને ગતિ મળે તે માટે સામાન્ય રીતે વર્ષના આ સમય ગાળામાં કાર્ય વિસ્તાર માટે સંઘના વિવિધ કાર્યક્રમો રહેતા હોય છે તે પ્રમાણે ધંધુકા જિલ્લાનો એક શિબિર કરવાનું નક્કી કરેલા જેના ભાગરૂપે વિજય પ્રયાણ શિબિર ધંધુકા નક્કી થયેલા તારીખ ૨૩/૨૪ અને ૨૫ ડિસેમ્બર ધંધુકા તક્ષશિલા ની બાજુના ખુલ્લા ખેતરમાં આ શિબિર માટે એક આખી નગર રચના સ્વયંસેવકો દ્વારા ઉભી કરવામાં આવી છે જેમાં આખા જિલ્લાના અલગ અલગ ગામોમાંથી સ્વયંસેવકો પોતાના સ્વખર્ચે ઉપસ્થિત રહેશે.

શિબિરમાં નગર પ્રમાણે આવાસ વ્યવસ્થા , ભોજનિલય , બૌદ્ધિક ખંડ, શારીરિક માટે મેદાન વિવિધ વ્યવસ્થા રહેશે.

૨૩ તારીખના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે શિક્ષાથી આવી જશે ઉદ્ઘાટન સત્ર શ્રી ડોક્ટર જયંતીભાઈ ભાડેસીયા (માન્ય. ક્ષેત્ર સંઘ ચાલકજી) દ્વારા રહેશે વિશેષ ઉપસ્થિતિ શ્રી મહેશભાઈ જીવાણી (પ્રાંત પ્રચારક જી) હાજર રહેશે શિબિર દરમિયાન શારીરિક કાર્યક્રમ જેવા કે લાઠી દાવ, નિયુધ્ધ, યોગ, સંચલન અભ્યાસ, ઘોષ વગેરે તથા બૌદ્ધિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

તારીખ ૨૪ ડિસેમ્બર સોસાયટી વિસ્તારમાંથી પંથ સંચલન નીકળશે જેમાં દરેકમાં હશે.

તારીખ ૨૫ ડિસેમ્બર સમાપન સમારોહમાં જિલ્લામાંથી તથા ધંધુકા નગરમાંથી આમંત્રિતો હાજર રહેશે.

સમાપન સમારો શ્રી મહેશભાઈ ઓઝા પ્રાંત સંઘ ચાલકજી દ્વારા રહેશે

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.