શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગરમાં કાર્યક્રમ યોજાયો - At This Time

શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગરમાં કાર્યક્રમ યોજાયો


શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગરમાં કાર્યક્રમ યોજાયો............
તારીખ 21- 12-2023 ના ગુરુવારે શ્રી હિંમત હાઇસ્કુલ હિંમતનગરમાં ડિઝાસ્ટર વિભાગ હિંમતનગર અને હિંમતનગર નગરપાલિકાના સહયોગથી કાર્યક્રમ યોજાયો. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને તમામ સ્ટાફ મિત્રો જોડાયા હતા. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ શ્રી એસ એસ પટેલે ઉપસ્થિત ફાયર ની ટીમ અને નગરપાલિકા ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલ ડિઝાસ્ટર પ્રોગ્રામ ઓફિસર સોલંકી કાજલબેન તથા ફાયર વિભાગના ચેરમેન નીરૂબેન પટેલ શશીભાઈ સોલંકી ચેરમેન સમાજ કલ્યાણ વિભાગ તથા મયંક પટેલ તથા તેમની સમગ્ર ટીમનો પરિચય કરાવી અને તેમના દ્વારા કરવામાં આવતા કાર્યો નો પરિચય આપી અને સ્વાગત કર્યું હતું અને એમને આવકાર્યા હતા અને ફાયર વિભાગની ઉપયોગીતા અને ભવિષ્યમાં તે કેટલું મહત્વનું છે તે અંગેની માહિતી પૂરી પાડી હતી આ કાર્યક્રમમાં માધ્યમિક શાળાના 1380 કરતા વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા અને તમામ સ્ટાફ મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કાજલબેન સોલંકી દ્વારા આપત્તિ વ્યવસ્થાપન શું છે ?કેવી રીતે કામ કરે છે? તે અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી.
ફાયર ટીમના લીડર મયંક પટેલ દ્વારા જુદા જુદા પ્રકારની આપત્તિઓ અને આપત્તિઓમાંથી કેવી રીતે માનવ જીવનને બચાવવામાં આવે છે અને એમાં કયા પ્રકારના આધુનિક સાધનો વાપરવામાં આવે છે તે અંગેની વિગતવાર માહિતી પૂરી પાડી હતી અને જીવન રક્ષક પ્રણાલીથી તમામને પરિચિત કરવામાં આવ્યા હતા. અને સાથે સાથે ડેમોસ્ટ્રેશન પણ પૂરું પાડવામાં આવ્યું હતું .આ કાર્યક્રમના અંતે શાળા પરિવાર તરફથી સર્વેનો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.