સાયલાના સુદામડા ગામે વાર્ષિક પુણ્યતિથિ નિમિતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો.
સાયલા ના સુદામડા ગામના સેવાભાવી પરિવાર ના સ્વઃ રમાબેન કનુભાઈ ગલચર (ચક્ષુદાતા) તથા મર્હુમ રોશનબેન શરીફભાઈ પાયક ની વાર્ષિક પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ ના ભાગ રૂપે શ્રી રણછોડદાસજીબાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ તથા સુદામડા મિત્ર મંડળ દ્વારા સુદામડા ખાતે નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરાયું હતું.જેનું લોમેવધામ ધજાળા ના મહંત ભરતબાપુ તથા શાસ્ત્રીજી અવધેશભાઈ ત્રિવેદી. ખોખરસા પીરની દરગાહના મુજાવાર મજનુસા,સુદામડા ગામ ના સરપંચ ભાભલુભાઈ, દરબારશ્રી રવુભાઈ કાથડભાઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરી હતી.જેમાં આંખોને લગતા રોગોમાં આખોના મોતિયા ના 300 થી વધારે દર્દીઓ ને તપાસ કરવામાં આવી હતી જેમાં ઓપરેશન ની જરૂરિયાત છે તેવા 50 થી વધુ લોકોને અદ્યતન ટેક્નોલોજી દ્વારા ઓપરેશન કરી આપવામાં આવેલ હતા.
સુદામડા ગામનું ગૌરવ એવા સ્વઃ રમાબેન કનુભાઈ ગલચર જેમને આખી જિંદગી જરૂરિયાત મંદ લોકોને જાતે રસોઈ બનાવી ને ટિફિન સેવા પુરી પાડી હતી. જે પરિવાર દ્વારા રમાબેનની યાદગીરી માં તેમના પરિવાર દ્વારા હાલમાં પણ જરૂરિયાત મંદ લોકોને વિનામૂલ્યે ટિફિન સેવા ચાલુ છે.
એવાજ મુસ્લિમ પરિવાર પણ સુદામડા ગામના મોભી શરીફભાઈ પાયક પરિવાર જેમને પણ મર્હુમ રોશનબેન શરીફભાઇ પાયક દ્વારા સુદામડા ગામમાં સેવા આપી છે.બન્ને પરિવાર દ્વારા વાર્ષિક પુણ્યતિથિ નિમિતે નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરી સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ છે.
નેત્ર નિદાન કેમ્પ માં મુખ્ય મહેમાનો માં લોમેવધામ ધજાળા ના મહંત ભરતબાપુ તથા અવધેશભાઈ શાસ્ત્રીજી, બજરંગમંડળ ના પ્રમુખ કનુભાઈ ખેર, જીવદયા ગ્રુપ ના બુધાભાઈ ગોહિલ, ખોખરસા પીરની દરગાહ ના મુંજાવાર મજનુસા, તથા ગામના સેવાકીય સંસ્થાના આગેવાનો દ્વારા સાથ સહકાર મળેલ હતો. સાયલાના વેપારી મંડળ ના ભાઈઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.કેમ્પ માં આવેલ દર્દીઓ તથા મહેમાનો માટે ચા-પાણી નાસ્તો તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ નેત્ર નિદાન કેમ્પના આયોજન કરનાર બન્ને પરિવાર ના યુવાનો ફારૂકભાઈ પાયક તથા વિજયભાઈ ગલચર દ્વારા હિન્દુ - મુસ્લિમ એકતાનું કાર્ય કર્યું હતું. વર્ષો થી એજ કહેવત છે. " સમે માથે સુદામડા ". જેમાં કોઈપણ મુશ્કેલી ની પરિસ્થિતિમાં સુદામડા ગામના દરેક સમાજ એક થાય છે.અને આવેલ પરિસ્થિતિ ને પહોંચી વળે છે.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર.
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.