જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલય ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઝોન કક્ષાએ પ્રથમ સમગ્ર સાબરકાંઠાનું ગૌરવ
જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલય ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઝોન કક્ષાએ પ્રથમ સમગ્ર સાબરકાંઠાનું ગૌરવ...
બાળ વિજ્ઞાન પ્રદર્શન વિજ્ઞાન મેળામાં નોડેલ,તાલુકા,જિલ્લા કક્ષાએ જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃતિ વેસ્ટમાંથી બેસ્ટ..ની પ્રથમ નંબરે પસંદગી થઈ. ત્યારબાદ ઝોન કક્ષાએ ૧૮,૧૯,૨૦ ડિસેમ્બર ખાતે ગાંધીનગર મુકામે યોજાયેલ ઝોન કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં અમદાવાદ શહેર.. અમદાવાદગ્રામ્ય..ગાંધીનગર.. અરવલ્લી, સાબરકાંઠા.. પાટણ.. બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાની પ્રથમ ક્રમાંકિત કૃતિઓ રજૂ થયેલ. જેમાં હિંમતનગરની જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલયએ ઝોન કક્ષાના તમામ જિલ્લાઓમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શ્રી સોસાયટી નગર વિકાસ મંડળ, હિંમતનગર તથા શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે. આગામી સમયમાં આ કૃતિ રાજ્ય કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનના ફાઇનલ રાઉન્ડ માટે જુનાગઢ મુકામે તારીખ ૬ જાન્યુઆરી થી ૯ જાન્યુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. ઝોન કક્ષાએ પ્રથમ આવનાર બે બાળ વૈજ્ઞાનિકો પ્રજવીન ચંપાવત અને શ્રેય મહેતા તથા તેમના માર્ગદર્શક શ્રી ભીખાભાઈ જી આચાર્ય ને શ્રી સોસાયટી નગર વિકાસ મંડળના પ્રમુખ શ્રી સી સી શેઠ તથા મંત્રીશ્રી મધુકર ખમાર, મંડળના હોદ્દેદારશ્રીઓ.. આચાર્ય પ્રદીપભાઈ દેસાઈ તથા શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.