જસદણમાં ગુજરાત ખેડૂત સેવા સંગઠનનું પ્રાંત અધિકારીને આવેદન
જસદણમાં ગુજરાત ખેડૂત સેવા સંગઠનનું પ્રાંત અધિકારીને આવેદન
જસદણમાં ગુજરાત ખેડૂત સેવા સંગઠન દ્વારા રાજ્યના મંત્રી, કૃષિ મંત્રી તેમજ જસદણ પ્રાંત અધિકારીને ડુંગળીની નિકાસ બંધ કરવાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં જણાવ્યું હતું કે, ગુજરાતની અંદર ખેડૂતોએ પકવેલી ડુંગળીના ભાવ ખૂબ જ નીચા હોય અને ગુજરાત સરકારે નિકાસ બંધ કરેલી હોય જેથી ડુંગળીના ભાવ 800 રૂપિયા હતા તેના અત્યારે 200 રૂપિયા આવી રહ્યા છે. ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે અને ગુજરાત ખેડૂત સેવા સંગઠનની એક જ માંગણી છે કે ફરીથી ડુંગળીની નિકાસ શરૂ કરવામાં આવે, ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળે વગેરે બાબતોને લઈને આવેદનપત્ર અપાયું હતું. એક બાજુ ભારતને કૃષિ પ્રધાન દેશ માનવામાં આવે છે. ખેડૂતો જ્યારે-જ્યારે પાક ઉત્પાદન કરે, યાર્ડમાં વેચવા જાય ત્યારે તેને પૂરતા ભાવ મળતા નથી તેવું ગુજરાત ખેડૂત સેવા સંગઠનના સ્થાપક મુકેશભાઈ રાજપરા, પ્રમુખ જયંતીભાઈ ગોહિલ, ખેડૂત આગેવાન હરજીભાઈ બાવળીયા, ખેડૂત આગેવાન રસિકભાઈ કાણોત્રા દ્વારા આવેદનપત્ર આપી જણાવાયું છે. જેથી સરકાર દ્વારા ફરીવાર ડુંગળીની નિકાસ શરૂ કરવામાં આવે અને પૂરતા ભાવ ખેડૂતોને આપવામાં આવે તેવી અંતમાં માંગ કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.