આપ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ધારાસભ્ય બન્યાના એક વર્ષના અવસરે પોતાની સંપત્તિ જાહેર કરી - At This Time

આપ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ધારાસભ્ય બન્યાના એક વર્ષના અવસરે પોતાની સંપત્તિ જાહેર કરી


આપ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ધારાસભ્ય બન્યાના એક વર્ષના અવસરે પોતાની સંપત્તિ જાહેર કરી

આજ રોજ તા -21/12/2023 ના રોજ બોટાદ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી વિધાનસભા દંડક ઉમેશભાઈ મકવાણાના વિધાનસભામાં શપથવિધિના એક વર્ષ પૂર્ણ થયું હતું. આ અવસર પર આજ રોજ ગુજરાત અને સમગ્ર ભારતમાં એવી પહેલી ઘટના બની છે જેમાં એક ધારાસભ્યએ પોતે પોતાની મિલકત સોગંદનામાં દ્વારા ગુજરાત તેમજ બોટાદની જનતા સમક્ષ રજુ કરી હોય,અને ઉમેશભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું કે જ્યાં સુધી હું ધારાસભ્ય રહીશ ત્યાં સુધી હું જનતાને મારી આવક અને સંપત્તિનો હિસાબ દર વર્ષે આપતો રહીશવધુમાં બોટાદના ધારાસભ્યએ જણાવ્યું કે જો દરેક ધારાસભ્યો,સાંસદસભ્યો,આઈપીએસ અને આઇએએસ અધિકારીઓ પોતાની આવક અને સંપત્તિ જાહેર કરશે તો ગુજરાતમાં બેરોજગાર યુવાઓને દર મહિને રોજગાર ભથ્થું આપી શકાય તેમ છે મહિલાઓને મહિલા સન્માન રાશિ આપી શકાય તેમ છે અને ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે નવા સુધારા કરી નવી હોસ્ટેલ અને શાળાઓ અને આરોગ્ય શાખાઓ બનાવી શકાય તેમ છે તેઓએ દરેક સાંસદસભ્યઓ,ધારાસભ્ઓ અને આઈ.પી.એસ,આઇ.એ.એસ અધિકારીઓને સ્વેચ્છાએ પોતાની આવક અને સંપત્તિ જાહેર કરવા વિંનતી કરી.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.