‘એન્કરવાલા અહિંસા ધામ’, ‘નવનીત’ અને ‘એન્કર’ દ્વારા ‘પરમાર્થ એક ઉત્સવ’ – મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન શબ્દયોગી ગાયક મનોજ શુક્લનું મ્યુઝિકલ કોન્સર્ટ મુંબઈ ખાતે યોજાશે. - At This Time

‘એન્કરવાલા અહિંસા ધામ’, ‘નવનીત’ અને ‘એન્કર’ દ્વારા ‘પરમાર્થ એક ઉત્સવ’ – મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન શબ્દયોગી ગાયક મનોજ શુક્લનું મ્યુઝિકલ કોન્સર્ટ મુંબઈ ખાતે યોજાશે.


‘એન્કરવાલા અહિંસા ધામ’, ‘નવનીત’ અને ‘એન્કર’ દ્વારા ‘પરમાર્થ એક ઉત્સવ’ – મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન

શબ્દયોગી ગાયક મનોજ શુક્લનું મ્યુઝિકલ કોન્સર્ટ મુંબઈ ખાતે યોજાશે.

મુંબઈ વર્ષ ૧૯૯૦ માં જાદવજી રવજી ગંગરની પ્રેરણાથી એન્કરવાલા અહિંસા ધામ હાલમાં ૪.૯૦૦ પશુ, પક્ષીઓને આશ્રય આપનારી આ સંસ્થા સમગ્ર વિશ્વમાં ‘ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર’ તરીકેની ખ્યાતિ મેળવી છે. આ સંસ્થા પાંચ એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલી છે. સંસ્થાનાં મુખ્ય બે કૅમ્પસ રહેલા છે, અહિંસાધામ વેટરનરી હોસ્પિટલ (સંકુલ) અને અહિંસા ધામ નંદી સરોવર. અહિંસાધામ નંદી સરોવર એ પશુ, પક્ષીની રોજીંદી પાણીની જરૂરિયાતને સંતોષવા બનાવવામાં આવેલું માનવસર્જિત સરોવર છે. આ સંસ્થાનાં સંકુલમાં મ્યુઝીયમ, મિનિ થિએટર, ઓડિટોરિયમ, ગોપાલ સ્મૃતિ મંદિર, ICU યુનિટ, દાજેલા પશુઓ માટે બર્ન વિભાગ, બાલવાટિકા, સાધુ સાધ્વી માટે ઉપાશ્રય, અંધ પશુઓ માટે આશ્રય જેવા વિભાગો આવેલા છે. અહિંસા ધામ સંસ્થાને વર્ષ ૨૦૦૮ માં ગુજરાત રાજ્યનાં એ સમયનાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ‘મહાવીર જીવદયા ઍવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ વર્ષ ૨૦૧૧ માં શ્રીમતી સ્મૃતિ ઈરાનીનાં હસ્તે ‘સ્વર્ણિમ ગુજરાત એવોર્ડ’ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
‘એન્કરવાલા અહિંસાધામ’, ‘નવનીત’ અને ‘એન્કર’ દ્વારા ‘પરમાર્થ એક ઉત્સવ’ – મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ મ્યુઝિકલ કોન્સર્ટમાં શબ્દયોગી ગાયક મનોજ મુન્તાશીર શુક્લ પરફોર્મન્સ આપશે. આ મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન ૧૪ જાન્યુઆરી, ૨૦૨૪ રવિવારનાં રોજ સવારે ૯-૦૦ વાગ્યે શ્રી સન્મુખાનંદ ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી ઓડિટોરિયમ ૯૨ , કોમરેડ હરબંસલાલ માર્ગ, સાઈન ઇસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર- ખાતે રાખવામાં આવ્યો છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.