રૂ.10નો શેર 100માં લઈ જઈ સટ્ટો રમાડનાર સનફ્લાવર બ્રોકિંગના બ્રોકરની અટકાયત; અન્યની શોધખોળ અને તપાસ શરૂ
શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી તેજી રહી છે અને એમાં અનેક કંપનીઓના શેરમાં 100 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. એમાં અમુક શેરબ્રોકરો નિશ્ચિત કંપનીમાં રોકાણ કરાવે છે અને ત્યાર બાદ ભાવમાં વધારો કરે છે. એ બાદ બજારમાં વહેંચી દે છે. એમાં રોકાણકારો ફસાઈ જાય છે. એ વાત સેબીના ધ્યાનમાં આવતાં રાજ્યભરમાં સેબીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. એ અંતર્ગત રાજકોટમાં ભક્તિનગર સર્કલ પાસે આવેલા સનફ્લાવર બ્રોકિંગમાં તપાસ હાથ ધરી હતી અને બ્રોકરની અટકાયત કરી હતી. એમાં હાલ દસ્તાવેજો કબજે કરી તપાસ ચાલી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.