મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાનાં જાનવડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાનાં જાનવડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી, જ્યાં ગ્રામજનોએ કુમકુમ તિલક કરી અદકેરું સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમ સ્થળે સરકારની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપતા સ્ટોલ, હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ તથા ગામની સશકત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતવીર, સ્થાનિક કલા કારીગરને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. "મેરી કહાની,મેરી જુબાની" થીમ અન્વયે યોજનાકીય લાભ મેળવેલ લાભાર્થીઓએ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાજોગ વિકસિત ભારત સંકલ્પ અન્વયેનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી લોક કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓનાં પ્રતિભાવો દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા શપથ ગ્રહણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં સરપંચશ્રી, અગ્રણીશ્રીઓ, પશુપાલન વિભાગ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ. સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.