દુધ‌ઈ ગ્રામ પંચાયતના વડા સરપંચ છે કે તલાટી ? - At This Time

દુધ‌ઈ ગ્રામ પંચાયતના વડા સરપંચ છે કે તલાટી ?


તલાટી કમ મંત્રી મકવાણાએ લેટરપેડ નો ઉપયોગ કરી ભાંગરો વાટ્યો

મુળી તાલુકાનાં દુધ‌ઈ ગ્રામ પંચાયત માં હાલ મહિલા સરપંચ હોય અને મહિલાઓ સંચાલિત પંચાયત હોય ત્યારે આ સરપંચ અને મહિલા ઉપ સરપંચ મહિલા સભ્યો નું અપમાન કરતા હોય તેમ તલાટી કમ મંત્રી ની વર્તણૂક બહાર આવી છે દુધ‌ઈ તલાટી તરીકે હરદીપ મકવાણા એ પંચાયત લેટરપેડ નો ગેર‌ઉપયોગ કરી સરપંચ સભ્યો ને રીતસર હાજર રહેવા હુકમ કરતાં પ્રશ્નાર્થ ઉભો થાય છે કે પંચાયત વડા સરપંચ છે કે તલાટી? આવનાર ૨૩ ડીસેમ્બર ના દુધ‌ઈ મુકામે વિકસીત ભારત સંકલ્પ યાત્રા આવી રહી હોય તેનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ હોય ત્યારે તલાટી ને જ આ કાર્યક્રમ નું સંપૂર્ણ નામ ન ખબર હોય તેમ સંકલ્પ વિકાસ ભારત યાત્રા ઉલ્લેખ કરવામાં આવતા લોકોમાં કુતુહલ સર્જાયુ છે કે સરકારી કર્મચારી ને જ સરકાર ના કાર્યક્રમ નું નામ ન આવડતું હોય ત્યારે આ કાર્યક્રમ માં લોકો ને શુ સમજાવશે ? આવી રીતે તલાટી દ્વારા લેટરપેડ નો ઉપયોગ કરી સરપંચ ઉપ સરપંચ ઉપર હાવી થશે તો સ્થાનિક સ્વરાજ ની સંસ્થા નો કોઈ મતલબ રહેશે નહીં અને એક દલિત મહિલા સરપંચ ને હાંસિયામાં ધકેલવાનુ કામ જાણી જોઈને એક જવાબદાર તલાટી દ્વારા કરવામાં આવી રહેલ છે સ્થાનિક સ્વરાજ ઉપર એક ગેરકાયદેસર તરાપ મારવા બરાબર છે તો તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારી આ મનસ્વી વર્તન કરતા તલાટી મકવાણા ઉપર શુ કાર્યવાહી કરશે તે ગામજનો જણાવી રહ્યા છે હાલ આ બાબતે ચોટીલા ના પુર્વ ધારાસભ્ય ઋત્વિક ભાઈ મકવાણા એ પણ જણાવ્યું હતું કે આ નિમંત્રણ છે કે હુકમ?પંચાયત ના લેટરપેડ નો ઉપયોગ આ રીતે તલાટી કમ મંત્રી કરી શકે? પંચાયત ના વડા કોણ સાથે જણાવેલ કે સ્થાનિક સ્વરાજ ની સંસ્થા ઉપર અધિકારી રાજ આવી ગયેલ હોય તેમ દેખાય છે જયારે તલાટી હરદીપ મકવાણા નો ટેલીફોનીક સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે હા મે જ લેટરપેડ ઉપર લખ્યું છે ઉપયોગ કરેલ છે અને સહી પણ મારી જ છે જોઈએ હવે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે ત્યારે તલાટી ઉપર કાયદેસર કાર્યવાહી શુ કરવામાં આવે છે
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.