જંગલખાતા દ્વારા ચીખલી નવી વસાહતના ખેતરોના ઉભા પાક પર જેસીબી ફેરવતાં આક્રોશ... - At This Time

જંગલખાતા દ્વારા ચીખલી નવી વસાહતના ખેતરોના ઉભા પાક પર જેસીબી ફેરવતાં આક્રોશ…


૪૦ વર્ષથી ખેતી કરતા ખેડૂતો પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ...

કોઈ જાહેરાત કે નોટીસ આપ્યા વગર ખેતરના ઉભા પાકો પર જેસીબી ફેરવી દેતા ખેડૂતોને ભારે હાલાકી..

વિરપુર તાલુકાના ચીખલી નવી વસાહતના ગામે તાજેતરમાં જંગલખાતા દ્વારા સ્થાનીકોના ખેતરના ઉભા પાક ઉપર અધિકારીઓ દ્વારા જેસીબી ફેરવી દેતાભારે નુકશાન થયું હતુ અને જેને લઈને ખેડુતોમાં ભારે રોષ જોવા મળ્યો છે તાલુકાના ચીખલી નવી વસાહતના ગામે જંગલખાતા દ્વારા ગેરકાયદે પરિવારના ભોગવટા વાળી જમીન અને ખેતરોના ઉભા પાક પર જેસીબી ફેરવી નુકશાન પહોંચાડી નોંધારા બનાવી દીધા હતા ત્યારે સ્થાનિક ખેડૂતો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં તેમજ વળતરની માંગ કરી રહ્યા છે ત્યારે સ્થાનિક ખેડૂતો દ્વારા મળતી વિગતો અનુસાર જંગલખાતાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવી ખેડૂતોની જમીન અને ખેતરો પર કબ્જો મેળવી લીધો હતો અને ખેતરમાં તૈયાર થયેલા ઉભા પાક પર જેસીબી મશીન ફેરવી પાડ્યું હતું અંદાજીત ૨૫ હેકટર જમીન પર ઘઉં, રાયડો,દિવેલા સહિતના પાકો વાવેતર કરવામાં આવ્યું હતું કોઈ પણ પ્રકારની નોટિસ કે જાણકારી આપ્યા વગર ૨૫ હેકટર વધુ ઉભા પાક પર બુલ્ડોજર ફેરવી દેતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે ત્યારે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મામલે ચોકસાઈ પૂર્વક તપાસ કરી વગર નોટિસ કે કોઈપણ પ્રકાર ની જાણ કર્યા વગર ખેડૂતો ના પાક ને થયેલ નુકસાન નું વળતર આપવા અને આટલા વરસો થી ખેડતા ખેડૂતો ની હક ની જમીન આપવા ખેડૂતો ની ઉગ્ર માંગ ઉઠવા પામી છે ....

પગી કોહ્યાભાઈ,સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે વનવિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર અમારા ઘઉં,રાયડો અને વરિયાળી જેવા તૈયાર થયેલા ઉભા પાક પર જેસીબી ફેરવી દેતા અમને પાંચથી સાત લાખથી વધુ રૂપિયાનું નુકશાન થયું છે. તેમણે કહ્યું કે વનવિભાગે જમીન તો છીનવી પરંતુ તૈયાર પાકને પણ ખેડૂતના મોઢામાંથી છીનવી લીધો છે...

પી જે ચૌધરી આરએફઓ બાલાસિનોર...ચીખલી નવી વસાહતના ખેતરોમાં જંગલખાતાની જમીન પર સ્થાનીકો દ્રારા દબાણ કરવામાં આવ્યું છે તમામ ખેડૂતોને સ્થાનિક આરએફઓ દ્રારા નોટીસ આપી જાણ કરવામાં આવી છે...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહિસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.