જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અન્વયે બોટાદ શહેર અને નદીની સઘન સફાઈ ઝુંબેશ
જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અન્વયે બોટાદ શહેર અને નદીની સઘન સફાઈ ઝુંબેશ
નગરપાલિકા દ્વારા શહેરમાં સઘન સફાઈ અભિયાન ચાલી રહ્યું છે.શહેરના માર્કેટ વિસ્તાર,ભાવનગર રોડ,પાળિયાદ રોડ સહિતના વિસ્તારોની સાફ સફાઈ કરવામાં આવી રહી છે,ત્યારે બોટાદ નગરપાલિકા દ્વારા સફાઈ કામના સમયમાં ફેરફાર કરી માત્ર રાત્રીના સમયે સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.અગાઉ સ્વચ્છતાની કામગીરી દિવસ દરમિયાન થતી હતી પરંતુ હવે રાત્રીના સમયે સફાઈ કામગીરી કરવામાં આવશે. દિવસ દરમિયાન નગરપાલિકા દ્વારા બોટાદ શહેરની નદીની સફાઈ કરવામાં આવી રહી છે.ભવિષ્યમાં લોકભાગીદારી અને એન.જી.ઓના સક્રિય સહકાર સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે.આ માટે તમામ સરકારી વિભાગોને પણ યથાયોગ્ય સહભાગી બનવા અને કામગીરીને વધુ સારી બનાવવા જરૂરી સૂચનો માટે બોટાદ નગરપાલિકા દ્વારા અપીલ કરાઈ છે,વધુમાં નગરપાલિકા બોટાદના વહીવટદાર દ્વારા જણાવાયું છે કે,જો નાગરિકો સ્વચ્છ બોટાદની અપેક્ષા રાખતા હોય તો તેઓએ સ્વયં જાગૃત બનવાની જરૂર છે.નદીઓમાં કચરો નાખીને નદીને ગંદી ન કરવી જોઈએ.આગામી સમયમાં નગરપાલિકા દ્વારા કચરો ફેંકનારને સીઆરપીસી 133 હેઠળ કેસ ચલાવી અને મોટી રકમના દંડ આપવા બાબતે નક્કર આયોજન હાથ ધરવામાં આવ્યું છે.જરૂર પડે તો પોલીસ ફરિયાદ દ્વારા કાર્યવાહી કરી ગંદકી ફેલાવનારાઓની દુકાનો સીલ કરી અને તેમની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે.
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.