ધર્મેન્દ્ર રોડ સહિતના 5 વેપારી વિસ્તારમાં પાર્કિંગ માટે 9 ગણી જગ્યા ઘટે છે, છતાં વાહનો કરાય છે ડિટેઈન
લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ખડપીઠ, બંગડી બજાર અને બે રોડ વચ્ચેની સાત શેરીઓમાં કુલ 1483 મીટર લાંબો રોડ છે
ગત શનિવારે ધર્મેન્દ્ર રોડ વિસ્તારના વેપારીઓએ ટ્રાફિક પોલીસની કનડગતના મુદ્દે ત્રણ કલાક બંધ પાડીને વિરોધ નોંધાવ્યો હતો. ધર્મેન્દ્ર રોડ અને આસપાસના 5 વેપારી વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી ટ્રાફિકનો પ્રશ્ન છે આ મુદ્દે અત્યાર સુધીમાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને શાસક પક્ષના નેતાઓને પાંચેય વિસ્તારના વેપારીઓએ લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે આમ છતાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો જપ્ત કરવા, દંડ કરવો અને વેપારીઓ સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન કરવાના કિસ્સાઓ સમયાંતરે થતા રહેતા હોય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.