પર્યાવરણ સંરક્ષણ વિષય પર લોકનૃત્ય રજુ કરતાં રાજ્યકક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો. - At This Time

પર્યાવરણ સંરક્ષણ વિષય પર લોકનૃત્ય રજુ કરતાં રાજ્યકક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો.


મેઘરજ મોડેલ સ્કૂલ ની વિદ્યાર્થિનીઓએ ફોક ડાન્સમાં સતત બીજા વર્ષે રાજ્યકક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો.
NCERT અને વસ્તી શિક્ષણ એકમ દ્વારા દર વર્ષે લોકનૃત્ય સ્પર્ધાનું આયોજન થાય છે.
અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી, મોડાસા, સમગ્ર શિક્ષા તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન મોડાસા ના સહયોગ અને માર્ગદર્શન થકી સરકારી શાળા - મોડેલ સ્કૂલ મેઘરજ ની વિદ્યાર્થિનીઓએ ફોક ડાન્સમાં સતત બીજા વર્ષે રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થઇ શાળાનું તથા અરવલ્લી જિલ્લાનું ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે. દીકરીઓ આગામી નેશનલ કક્ષાએ ભુવનેશ્વર મુકામે ભાગ લઈ સમગ્ર ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
લોકનૃત્ય ના માર્ગદર્શક શ્રીમતી દર્શિતા ડી. ચૌહાણે સમગ્ર શાળા,ગામ અને જિલ્લા ને ગૌરવ અપાવ્યું છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.