શિશુવિહાર ખાતે શિક્ષકો ને જીવન શિક્ષણ લક્ષી તાલીમ આપવામાં આવી - At This Time

શિશુવિહાર ખાતે શિક્ષકો ને જીવન શિક્ષણ લક્ષી તાલીમ આપવામાં આવી


શિશુવિહાર ખાતે શિક્ષકો ને જીવન શિક્ષણ લક્ષી તાલીમ આપવામાં આવી
ભાવનગર પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંવર્ધન કાર્યક્રમ અંતર્ગત સતત બારમાં વર્ષે શિશુવિહાર ના ઉપક્રમે ભાવનગર શહેરની આંગણવાડી ધટક ૧ કરચલિયાપરાનાં કેન્દ્રનં ૭ અને ૧૦ ના ૪૨ બાળકો અને ૪ શિક્ષકોને જીવન શિક્ષણ લક્ષી તાલીમ આપવામાં આવી હતી પરીખ ફાઉન્ડેશન દ્વારા શિશુવિહારને મળેલ બસમાં બાળકોને સંસ્થા પરિસરમાં લાવી પોષક આહાર, પ્રાર્થના, જોડકણાં, અભિનયગીત, સર્જનાત્મક શક્તિ વિકાસ, રંગપુરણી, મોતીનીમાળા અને સમૂહજીવનમૂલક મેદાની રમતની તાલીમ આપવામાં આવી ૨૦૦ દિવસ માટેની તાલીમના ૮૬ માં દિવસે તારીખ ૧૮/૧૨/૨૩ નાં રોજ ઉપસ્થિત બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો. એગ્રો સેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના વિશેષ સહકારથી યોજાયેલ ૧૭૭ મી આંગણવાડીની તાલીમમાં ૩.૦૮૨ બાળકોની તાલીમ સરાહનીય બને છે સમગ્ર ગુજરાત રાજ્યમાં આંગણવાડી ના કાર્યકરોની છેલ્લા બે માસથી ચાલતી હડતાલ પૂરી થતાં સવારનાં ૯-૩૦ થી ૧૨-૦૦ સુધી ની તાલીમ પુનઃ શરૂ થઈ છે જેનું સંકલન શ્રી પ્રીતિબેન ભટ્ટે કર્યું હતું...

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.