ચક્ષુદાન માટે પ્રયત્નશીલ સંગઠનો …..
આજ રોજ તા.16.12.2023,શનિવાર,માગશર સુદ ચોથના રોજ જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના શાંતિપરા ગામના સ્વ.મહિપાલભાઈ પરબતભાઈ જોટવા(s.p.office senior clerk gir somnath)(ઉ.વ.૩૬)નું બ્રેઇન ટ્યુમરના કારણે દુઃખદ અવસાન થયેલ છે.
સ્વ.મહિપાલભાઈ કે જેઓ પરબતભાઈ ભોજાભાઈ જોટવા તેમજ હીરીબેન પરબતભાઈ જોટવાના પુત્ર,દેવાયતભાઈ ભોજાભાઈ જોટવાના ભત્રીજા,રવિભાઈ પરબતભાઈ જોટવાના ભાઈ તથા કવિતાબેનના પતિ થાય છે.
આ દુઃખદ સમયે તેમના પરિવારને સ્વ.મહિપાલભાઈના અંગોનું દાન કરવાનો વિચાર આવ્યો આ માટે આરેણા ગામના ભુરાભાઈ દેવસીભાઈ બારડે સૌ પ્રથમ શિવમ્ ચક્ષુદાન-આરેણાના સંચાલકશ્રીને અંગદાન માટે ટેલિફોનિક જાણ કરી ત્યારબાદ સદગતના નાનાભાઈ રવિભાઈએ પણ અંગદાન માટે જાણ કરી આથી શિવમ્ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રીએ ઓર્ગન ડોનેશન સમિતિ-રાજકોટના ભાવનાબેન મંડલી તેમજ ડૉ.દિવ્યેશ વિરોજા સાહેબ સાથે વાત થઈ ઉપરોક્ત બન્ને વ્યક્તિઓ અંગદાન-દેહદાન જાગૃતિ અંગે ખુબ ઉમદા કાર્ય કરી રહ્યા છે.
તેમની સાથે ચર્ચા કરતાં સ્વ.મહિપાલભાઈને બ્રેઇન ટ્યુમર હોવાના કારણે તેમજ અંગદાન માટેની અમુક કંડિશનના કારણે ઉપરોક્ત અંગદાન શક્ય બનેલ નથી તે બદલ શિવમ્ ચક્ષુદાન-આરેણા તેમજ અંગદાન ફાઉન્ડેશન-રાજકોટ દિલગીરી વ્યક્ત કરે છે.અને દિવ્યાત્માને ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં સ્થાન મળે તેવી પ્રાર્થના કરે છે.
સ્વ.મહિપાલભાઈના અંગદાનનો આપણા વિસ્તારમાં આ પ્રથમ વિચાર છે.જ્યારે બ્રેઇન ડેથ વ્યક્તિ જીવિત હોય ત્યારે માનવ અંગ અધિનિયમ મુજબ અંગદાન થાય છે.જે નિયમ મુજબ આ પરિવારે સ્વ.મહિપાલભાઈ બ્રેઇન ટ્યુમરના લીધે કોમામા જતાં તેમના નાનાભાઈએ અંગદાન માટે તાત્કાલિક સંપર્ક કર્યો હતો પરંતુ ભાઈને બ્રેઇન ટ્યુમર હતું એટલે અંગદાન શક્ય બન્યું નહિ.આ પરિવારની ચક્ષુદાન અને સ્કિનદાન કરવાની પણ પૂર્ણ ઈચ્છા હતી ને આ બાબતે શિવમ્ ચક્ષુદાન આરેણાના સંચાલક સાથે સદગતના નાનાભાઈ રવિભાઈ તેમજ ભુરાભાઈ બારડ સાથે વિસ્તૃત ચર્ચા થઈ હતી પરંતું ટ્યુમરના હિસાબે એ પણ શક્ય ન બની શક્યું.
એક વ્યક્તિના અંગદાન થકી ૬-૭ વ્યક્તિને નવું જીવતદાન મળે છે.પોતાના વહાલસોયા પુત્રના નસીબમાં જે બન્યું એ પરંતું તેમના આ અંગદાન થકી અન્ય લોકોના જીવનમાં નવી ખુશી આવે તેવો પવિત્ર વિચાર આ જોટવા પરિવારે કર્યો અને આ દુઃખદ સમયે અંગદાન એ મહાદાન છે તે ભાવનાને સાર્થક કરી એ બદલ અમે આ પરિવારના વિચારને બિરદાવીએ છીએ.પોતાના પુત્રના અંગો અન્ય વ્યક્તિના જીવનમાં ધબકતા રહે તેવા શુભ આશય સાથે અંગદાનનો નિર્ણય કરેલ જે વંદનીય છે.આપનો આ વિચાર અન્ય લોકો માટે માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રહેશે.
શિવમ્ ચક્ષુદાન-આરેણા પરિવાર સ્વ.મહિપાલભાઈને શ્રધ્ધાંજલી અર્પણ કરે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની પ્રભુ આપને શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.
રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.