યુનિવર્સિટી અને કોલેજોના અધ્યાપકોને CPR તાલીમ આપવા માંગ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર પાઠવતા પ્રા.જે.એમ.તલાવીયા
યુનિવર્સિટી અને કોલેજોના અધ્યાપકોને CPR તાલીમ આપવા માંગ.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર પાઠવતા પ્રા.જે.એમ.તલાવીયા.
અમરેલી : સ્થાનિક અધ્યાપક મંડળ - અમરેલીના પ્રમુખ પ્રા.જે.એમ.તલાવીયાએ રાજ્યના આરોગ્ય મંત્રી રિષીકેશભાઈ પટેલને પત્ર પાઠવી રજુઆત કરી છે કે યુનિવર્સીટીઓ તથા કોલેજોના અધ્યાપકોને CRP તાલીમ આપવામા આવે. હાલમાં રાજ્યની પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓના શિક્ષકોને CPR (Cardio Pulmonary Resucitation ) તાલીમો આપવામાં આવી રહી છે.
કોલેજ કક્ષાએ ૧૭ વર્ષથી લઈ ૨૮ વર્ષ સુધીની ઉંમરના વિદ્યાર્થી ભાઈ - બહેનો અભ્યાસાર્થે આવતા હોય છે. તેમના માટે પણ હૃદય રોગના હુમલાની શક્યતાઓ રહેલી હોય છે.
આના માટે યુનિવર્સિટી અને કોલેજ અધ્યાપકોને પણ CPR તાલીમ આપવી અતિ આવશ્યક જણાય છે.
તો આ અંગે નિર્ણય કરી યથાયોગ્ય કરવા માંગણી કરી છે. તેમને આ પત્રની નકલ પુરુષોત્તમભાઈ રૂપલા, મનસુખભાઇ મંડાવીયા અને કૌશિકભાઈ વેકરીયાને મોકલી રજૂઆતો કરી છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.