એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજરની અધ્યક્ષતામાં પેન્શન અદાલતનું આયોજન કરાયું
એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજરની અધ્યક્ષતામાં પેન્શન અદાલતનું આયોજન કરાયું
પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન ખાતે 15 ડિસેમ્બર, 2023 (શુક્રવાર)ના રોજ એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાઁશુ શર્માની અધ્યક્ષતામાં પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.સેવાનિવૃત્ત કર્મચારીઓની પેન્શન સંબંધિત સમસ્યાઓ જેવા કે પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO)ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ,ગ્રુપ ઈન્સ્યોરન્સ વગેરેને લગતા 142 કેસોનું મંડળ પર નિરાકરણ કરવામાં આવ્યું હતું.ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ આ પેન્શન અદાલતને સફળ બનાવવા માટે કાર્મિક વિભાગ,નાણા વિભાગ, સેટલમેન્ટ શાખા અને કલ્યાણ નિરીક્ષકોની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી,જેમના પ્રયત્નોથી તમામ કેસોનો ઝડપથી નિરાકરણ કરવામાં આવ્યો હતો.મહત્તમ કેસોનો ઝડપી નિકાલ અને પેન્શન અદાલતની તલ સ્પર્શી અને ત્વરિત કાર્યવાહીની ઓલ ઈન્ડિયા રેલ્વે પેન્શનર્સ એસોસિયેશન દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી અને સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.