સોજા હાઈસ્કૂલના બાળ વૈજ્ઞાાનિકો ઝોન કક્ષાએ કૃતિ રજૂ કરશે.
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા "શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા" ના બાળ વૈજ્ઞાાનિકોએ તૈયાર કરેલ ત્રણ કૃતિઓ પૈકી બે કૃતિઓ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાાન-પર્યાવરણ પ્રદર્શન માટે પસંદગી પામી હતી. શાળાના સારસ્વતશ્રી રાકેશ પ્રજાપતિ અને અંકિતાબેન પટેલના અભિપ્રેરક માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા " સૌરઊર્જા સંચાલિત સ્પ્રે પંપ" અને "સૌરઊર્જા સંચાલિત વાતાનુકૂલિત" પ્રોજેકટે તા. 12 થી 14 ડિસેમ્બર દરમિયાન શેઠશ્રી સી. સી. શાહ માધ્યમિક અને શ્રી એ. બી. પટેલ ઉ. મા. વિદ્યાલય, ઉનાવા ખાતે આયોજીત જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાાન-પર્યાવરણ પ્રદર્શનમાં અનેરૂં આકર્ષણ જમાવ્યું હતું. આ બે કૃતિઓ પૈકી રાકેશ પ્રજાપતિની રાહબરી હેઠળ તૈયાર થયેલ *"સૌરઊર્જા સંચાલિત સ્પ્રે પંપ"* પ્રોજેકટ જિલ્લા કક્ષાએ અવ્વલ નંબર પ્રાપ્ત કરી ઝોન કક્ષા માટે પસંદગી પામેલ છે. આગામી તા. 18 થી 20 ડિસેમ્બર દરમિયાન ડાયેટ-ગોતા(અમદાવાદ) ખાતે આયોજીત ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાાનિક પ્રદર્શનમાં શાળાનો આ નવીનતમ પ્રયોગ ધોરણ ૯ ના અધ્યેતાઓ પ્રજાપતિ આશિષ સાથે સુહાની ઠાકોર દ્વારા રજૂ કરવામાં આવનાર છે એમ એક અખબારી યાદીમાં શાળાના આચાર્યશ્રી ભાવેશભાઈ જોષી જણાવે છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.