વિસાવદર કોર્ટમાં બીજા કેસમાં પણ તત્કાલીન એ.પી.પી. રકમ જમા કરાવી - At This Time

વિસાવદર કોર્ટમાં બીજા કેસમાં પણ તત્કાલીન એ.પી.પી. રકમ જમા કરાવી


વિસાવદર કોર્ટમાં બીજા કેસમાં પણ તત્કાલીન એ.પી.પી. રકમ જમા કરાવીવિસાવદરતા.વિસાવદર કોર્ટમાં કાયદો દરેક વ્યક્તિને સરખો લાગુ પડતો હોય તેનું ઉત્તમ ઉદાહરણ આપતો હુકમ વિસાવદરના ન્યાયાધીશ શ્રી એસ.એસ.ત્રિવેદીએ કરેલ છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ વિસાવદર કોર્ટમાં ચાલતા ફોજદારી કેસ નંબર ૨૧૮/૨૦૨૨ના કામમાં વિસાવદર કોર્ટના એ.પી.પી.શ્રીએ આંક ૩૪ થી અરજી કરી પી.જી.વી.સી.એલ. કંપનીના ડી.એમ.વાઘેલા નામના સાહેદને હાજર કરવા સમન્સ કરવા અરજી આપતા જે અરજી વિસાવદર કોર્ટના ન્યાયાધીશ એસ.એસ.ત્રિવેદી દ્વારા મંજુર કરવામાં આવેલી અને સાહેદને સમન્સ કરવામાં આવેલ અને સાહેદ કોર્ટમાં તમામ આધાર પુરાવા સાથે હાજર રહેલા આ સમયે એ.પી.પી.શ્રીનો વારંવાર સાંજના ૪-૦૦ વાગ્યા સુધી પોકાર કરાવતા એ.પી.પી.શ્રી હાજર રહેલા ન હતા કે તેમની ગેરહાજરી અંગે કોઈ રિપોર્ટ રજૂ નહિ કરતા સાહેદને તથા બચાવ પક્ષના વકીલોને કોર્ટમાં રાહ જોવી પડેલ હતી. અને સાહેદને કોર્ટમાં જુબાની જાતે આપવા જણાવતા બચાવ પક્ષ તરફથી આ બાબતનો સખત વાંધો લઈ અરજી આપવામાં આવેલી અને સરકારી વકીલની હાજરીમાં જ કેસ ચલાવવા માંગણી કરી મુદત આપવા રજુઆત કરેલી.
આ કામના સાહેદ પી.જી.વી.સી.એલ કચેરીના જવાબદાર કર્મચારી હોય તેઓએ પોતાની કિંમતી સમય આપી વરસાદના સમયમાં અવારનવાર વીજ ફોલ્ટ થતા હોય તેઓ હાજર રહેલા હોય તેઓને ભાડા ભથ્થાની રકમ ચૂકવવા માંગણી કરેલી હતી.અને તેઓને ભાડા ભથ્થાની રકમ રૂ.૨૧૦/- તથા એસ.ટી.બસની મુસાફરીનો આવવા જવાનો ખર્ચ રૂ.૮૦/- મળી કુલ રૂ.૩૭૦/- ચૂકવવા માંગણી કરતા આ ખર્ચ સરકારની તિજોરી ઉપર નહિ નાખતા એ.પી.પી.શ્રી કુ.એ.જે.ઠકકરે દિન-૭માં ચૂકવી આપવા અને તે અંગેની પુરસીસ કોર્ટમાં રજૂ કરવા આદેશ કરેલો હતો ત્યારબાદ પાંચ મહિના બાદ કલેકટર જુનાગઢનાએ પણ કોઈ પગલાં ભરેલ ન હતા કે કોર્ટના હુકમનું પાલન કરેલ ન હતું.ઉપરાંત ગેરહાજર રહેવા બદલ રૂ.૫૦૦/- જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, જૂનાગઢમાં દિન-૭માં જમા કરાવી કોર્ટમાં પહોંચ રજુ કરવા આદેશ કરેલો હતો.એટલું જ નહીં જો એ.પી.પી. ઉપરોક્ત રકમ સાત દિવસમાં ન ચૂકવે તો તેમના જુલાઈ માસના પગારમાંથી કપાત કરવા જિલ્લા કલેકટર જુનાગઢ ને પણ આદેશ કરવામાં આવેલ છે. તેમજ હુકમની નોંધ એ.પી.પી.શ્રીની સેવા પોથીમાં કરવા તથા હુકમની જાણ (૧) એ.પી.પી.શ્રી-વિસાવદર (૨) કલેકટર કચેરી- જુનાગઢ(૩)ડિરેકટર ઓફ પ્રોસિક્યુશન ની કચેરી-ગાંધીનગર તથા (૪)કાયદા સચિવ શ્રીની કચેરી -ગાંધીનગર તથા (૫)જિલ્લા અદાલત-જુનાગઢ ને કરવા આદેશ કરતા જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો હતો અને આખરે પાંચ મહિના બાદ કોર્ટમાં રકમ જમા કરાવવામાં આવેલ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે વિસાવદર કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી એ.પી.પી. સતત ગેરહાજર રહેતા વકીલ મંડળ દ્વારા ડિસ્ટ્રિક્ટજજ,હાઈકોર્ટના યુનિટ જજ તથા કલેકટર, કાયદામંત્રી સહીતનાને રજુઆત કરેલી છે એમછતા કોઈ ઉકેલ આવેલ નથી તેથી બાર એસોસિએશનના પ્રમુખ સહિતના સભ્યો દ્વારા ગઇકાલે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને પણ રજુઆત કરવામાં આવેલી છે.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.