રાજકોટમાં સતત પાંચમા દિવસે જાહેરમાં મારામારી - At This Time

રાજકોટમાં સતત પાંચમા દિવસે જાહેરમાં મારામારી


શહેરમાં પોલીસનું કોઈ અસ્તિત્વ જ હોય તેમ સતત પાંચમા દિવસે જાહેરમાં મારમારીનો વિડીયો વાયરલ થયો છે. સામાન્ય બનાવમાં પણ ધોકા-પાઇપ, છરી જેવાં હથિયારો સાથે મારામારી કરી શહેરમાં ખૌફ ફેલાવી બનાવને અંજામ આપતાં હોય છે. પાંચ દિવસમાં કાલાવડ રોડ પર, નાનામવા સર્કલ,બાપાસીતારામ ચોક અને સરીતા વીહાર સોસાયટીમાં જાહેરમાં હથિયારો સાથે મારામારીનો વિડીયો વાયરલ થયાં બાદ પોલીસ હરકતમાં આવી કાર્યવાહી કરી હતી.
છેલ્લા પાંચ દિવસથી જાહેરમાં થતી મારમારીથી સામાન્ય નાગરિકોમાં એક ભયનો માહોલ ઉભો થયો રહ્યો છે. બનાવના વિડીયો વાયરલ થયાં બાદ એક્શનમાં આવતી પોલીસે બનાવો આકાર પામે તે પહેલાં જ ડ્રાઈવ-પેટ્રોલિંગ વધારી હથિયારો સાથે રોફ જમાવી નીકળતાં શખ્સો સામે કડક કાર્યવાહી કરી લોકોમાં ખૌફ ઓછો કરવો જરૂરી છે.
ત્યારે ગઈકાલે પુનિતનગર પાણીના ટાંકા પાસે ખોડિયારપરામાં રહેતાં મુનેસભાઈ બટુકભાઈ વાઘેલા (ઉ.વ.25) એ આરોપી તરીકે વિક્રમ વાઘેલા, લાલો વિરમ સાડમિયા અને શૈલેષ વાઘેલા (રહે. તમામ લોઠડા) નું નામ આપતાં તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે તેની પત્ની અને બે બાળકો સાથે રહે છે અને સેટી-પલંગના ડટ્ટા વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યે તેઓ તેની પત્ની સાથે બાપાસિતારામ ચોક પાસે ડટ્ટા વેચતા હતા ત્યારે વિક્રમ વાઘેલા,લાલો સાડમીયા તથા શૈલેષ વાઘેલા ઘસી આવેલ અને તેઓની પત્નિના વિક્રમ ઇન્સ્ટ્રાગામમાથી ફોટા પાડતો હોય જે બાબતે તેની સાથે વાત કરવા તેને ફોન કરી રેકડીએ બોલાવતા ત્રણેય આવેલ અને વિક્રમને કેમ મારી પત્નીના ફોટા ઇન્સ્ટાગ્રામમાથી ફોટા કેમ લીધાં અને હવે ફોટા લઇશ તો તારા પિતાને વાત કરીશ કહેતા ત્રણેય શખ્સો ઉશ્કેરાય જઈ ગાળા ગાળી કરી ઢીકાપાટુનો મુઢ મારેલ અને વિક્રમએ બાઇકમાં રાખેલ લાકડી લાવી ફટકારવા લાગ્યો હતો. દરમિયાન ત્યાં હાજર યુવાનના માતા-પિતાએ વચ્ચે પડી વધુ મારમાથી છોડાવેલ અને 100 નંબરમા ફોન કરી પોલીસ બોલાવતા ત્રણેય શખ્સો નાસી ગયેલ હતો. બનાવનો વિડીયો પણ વાયરલ થયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં કાલાવડ રોડ પર નકલંક હોટલ પાસે જાહેરમાં પૂર્વ પતિ અને યુવતી વચ્ચે મારામારી થયાં બાદ બીજા દિવસે નાનામવા સર્કલ પાસે રાહદારીને કાર ચાલકે લાકડીથી ફટકાર્યનો વિડીયો વાયરલ થયો હતો. તેમજ સરિતા વિહાર સોસાયટીમાં શ્રમિકોના ટોળાએ એક યુવકને બેફામ ફટકારતાં પોલીસે તે બનાવમાં કાર્યવાહી કરી સાત શખ્સોને પકડ્યા હતાં.
મારમારીનો વધુ એક વિડીયો વાયરલ થયો હતો. પાંજરાપોળ પાસે ફ્રૂટની લારી રાખતાં કાકા- ભત્રીજા વચ્ચે ફ્રૂટની લારી એકબીજાથી દૂર રાખવા માટે કહેતાં કાકા-ભત્રીજા વચ્ચે જાહેરમાં છુટાહાથની મારામારી થઈ હતી. દરમિયાન અન્ય ઘસી આવેલ એક યુવકે પણ ફ્રૂટના વેપારીને મારમાર્યો હતો. બનાવ અંગેનો વિડીયો વાયરલ થતાં બી. ડિવિઝન પોલીસ હરકતમાં આવી ઘટના સ્થળે દોડી જઈ કાકા-ભત્રીજા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.