અરજદારનો ગુમ થયેલ મોબાઇલ ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં નેત્રમ શાખાને મળેલ સફળતા. - At This Time

અરજદારનો ગુમ થયેલ મોબાઇલ ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં નેત્રમ શાખાને મળેલ સફળતા.


અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં રહેતા અરજદાર પટેલ ધર્મેદ્રકુમાર નવજીભાઇ રહે. શ્યામ રેસિડેન્સી,મેઘરજ રોડ, મોડાસા જેઓ ભિલોડા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તા.૧૩/૧૨/૨૦૨૩ ના રોજ સાંજે આશરે ૧૮.૦૦ કલાકે નોકરી પરથી પરત આવતા સમયે પેલેટ ચોકડી પર ગાડીમાંથી ઉતરતા સમયે અરજદારનો મોબાઇલ કિં. ૧૮,૦૦૦/- ભુલથી નીચે પડી ગયેલ. સદર બાબતે અરજદારને ઘરે પહોચ્યા બાદ જાણ થતાં અરજદાર દ્વારા નેત્રમ શાખાનો સમ્પર્ક કરેલ. જે બાબતે નેત્રમ શાખાના હાજર પોલીસ કર્મચારી દ્વારા પ્રાથમિક માહિતી એકત્રિત કરી તે દિશામાં સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા પેલેટ ચોકડીના કેમેરામાં અરજદારનો મોબાઇલ ગાડીમાંથી ઉતરતા સમયે નીચે પડતો જણાઇ આવેલ. જે મોબાઇલ પાછળ આવતા એક એક્ટિવા ચાલક વાહન નં. GJ31C6418 એ લીધો હોવાનું જણાઇ આવેલ. જેના આધારે એક્ટિવા ચાલકનો સમ્પર્ક કરતાં અરજદારનો મોબાઇલ સહિસલામત પરત મેળવેલ. આમ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલ CCTV કેમેરાના ફૂટેજ ચકાસણીથી અરજદારનો મોબાઇલ પરત મળી આવતાં અરજદાર દ્વારા ટીમ નેત્રમની કામગીરીની પ્રશંસા કરી આભાર વ્યકત કરેલ.
આમ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાવેલ સી.સી.ટી.વી કેમેરાના માધ્યમથી અરજદારનો મોબાઇલ જેની કિં. ૧૮,૦૦૦/- શોધી કાઢવામાં ટીમ નેત્રમને સફળતા મળેલ.

કામગીરીમાં જોડાયેલ અધિકારીશ્રી તથા કર્મચારી:

(૧) પો.સ.ઇ શ્રી જે.એચ.ચૌધરી નેત્રમ ઇન્ચાર્જ
(૨) આ.પો.કો સ્વસ્તિકકુમાર રસીકભાઈ બ.નં ૮૩૬
(3) આ.વુ.લો.ર. કૈલાષબેન પોપટભાઇ બ.નં ૦૭૩૩
(૪) સિનિ.એન્જીનીયર વિશાલ શાહ
CCTV કેમેરા સિસ્ટમ.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.