**બાલાસિનોર ખાતે માજી* *સૈનિકોએ નાયબ કલેકટરને* *આવેદન પત્ર આપ્યું* - At This Time

**બાલાસિનોર ખાતે માજી* *સૈનિકોએ નાયબ કલેકટરને* *આવેદન પત્ર આપ્યું*


**બાલાસિનોર ખાતે માજી* *સૈનિકોએ નાયબ કલેકટરને* *આવેદન પત્ર આપ્યું*

બાલાસિનોર નાયબ કલેકટર કચેરી ખાતે માજી સૈનિકો દ્વારા આજરોજ ભારે સંખ્યામાં એકત્ર થઈને આવેદન પત્ર આપ્યું હતું અને પોતાની વિવિધ પડતર માગણીઓ સરકાર સુધી પોહચડવા અનુરોધ કર્યો હતો.
આવેદન પત્રકમાં જણાવ્યું હતું કે પૂર્વ માજી સૈનિકોને ગુજરાત સરકારના પરિપત્રો મુજબ ૧૬ એકર સુધીની ખેતીની અને રહેણાંકની જમીન ફાળવવામાં આવે છે જે બાબતે ખેતી માટે પડતર,ગૌચર જગલ ખાતાની જમીન ફાળવવા માજી સૈનિકો અને વિર નારીઓ જમીન ફાળવવા માટે રજૂઆત કરી હતી જ્યારે અનેક માજી સૈનિકોને જમીનો મળી ગઈ છે જ્યારે વીરપુર અને બાલાસિનોર તાલુકાના માજી સૈનિકોને જમીનોનો લાભ ના મળતા સૈનિકોની દશા દયનીય બની છે જે બાબતે ભૂતકાળમાં અનેક રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ નક્કર પરિણામ આજદિન સુધી ના મળતા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

*રિપોર્ટર ભૌમિક પટેલ બાલાસિનોર*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.