સંતરામપુર તાલુકાના વાજીયાંખૂટ ગામે કુમ કુમ તિલક કરી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” સ્વાગત કરાયું
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર 'જનજાતીય ગૌરવ દિવસ'થી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેને મહીસાગર જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.જે અન્વયે સંતરામપુર તાલુકાના વાજીયાંખૂટ ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે પ્રધાનમંત્રીશ્રીનો વિડિયો સંદેશ તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું સૌ ગ્રામજનોએ કુતૂહલ પૂર્વક નિહાળી હતી.આ ઉપરાંત મેરી કહાની મેરી જુબાની હેઠળ યોજનાના લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ લીધા હતા.
આ પ્રસંગે સરપંચશ્રી, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.