ઘર પાસેથી ગાડી દુર પાર્કિંગ કરવાનું કહેતા રામદેવસિંહ ગોહિલ પર વેપારી સહિત ત્રણ શખ્સનો હુમલો - At This Time

ઘર પાસેથી ગાડી દુર પાર્કિંગ કરવાનું કહેતા રામદેવસિંહ ગોહિલ પર વેપારી સહિત ત્રણ શખ્સનો હુમલો


પુનીતનગરની બાજુમાં ખોડીયાર સોસાયટીમાં ઘર પાસેથી ગાડી દુર પાર્કિંગ કરવાનું કહેતા રામદેવસિંહ ગોહિલ નામના પ્રૌઢ ઉપર પડોશી પાનની દુકાન ધરાવતા વેપારી સહિત ત્રણ શખ્સોએ ધોકા અને બેટથી હુમલો કરતા પ્રૌઢનો આંખનો ડોળો ફાડી નાખતા સારવાર ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ પુનીતનગરની બાજુમાં ખોડીયાર સોસાયટી-9માં રહેતા રામદેવસિંહ હકુભાઈ ગોહિલ (ઉ.55) નામના પ્રૌઢ ગઈકાલે રાત્રીના 10 વાગ્યે પોતાના ઘર પાસે હતા ત્યારે પડોશમાં આવેલ રજવાડી પાન નામના દુકાન માલિક સંજયસિંહ અને તેની સાથેના પ્રફુલસિંહ ઝારા અને અર્ષીત નામના શખ્સે ઝઘડો કરી ધોકા અને બેટ વડે બેફામ માર મારતા પ્રૌઢને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચતા આંખનો ડોળો ફાટી ગયો હતો. તેઓને તાત્કાલીક ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. વધુમાં મળેલ વિગત મુજબ ગઈકાલે ઈજાગ્રસ્ત રામદેવસિંહ ગોહિલના પુત્ર યશપાલસિંહ અને પૌત્રવધુ દેવબા રામનાથપરામાં મંદિરે દર્શદ કરવા ગયેલ હતા. ત્યારે તેની ઘરની બાજુમાં જ આવેલ રજવાડી પાન નામની દુકાને અનેક વાહનો પાર્ક કરેલ હતા. જેથી પ્રોઢે તેમના ઘરે તેમનો પુત્ર કાર લઈને આવશે જેથી તે પાર્ક કરવા માટે તમારા વાહનો દુર લેવા દુકાનના સંચાલક સંજયસિંહને કહેતા તેઓ ઉશ્કેરાયા હતા અને ઝઘડો કરી હીંચકારો હુમલો કર્યો હતો. તેમજ ઈજાગ્રસ્તના પૌત્રવધુ દેવાબાએ પોલીસે તેમની કોઈ વાત ન સાંભળી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. બનાવ અંગે તાલુકા પોલીસના સ્ટાફે હોસ્પીટુલે દોડી જઈ ઈજાગ્રસ્તનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.