રાજકોટમાં રૂ.36 કરોડનાં ખર્ચે જિલ્લા પંચાયતનું અદ્યતન બિલ્ડીંગના નિર્માણ માટે રાજ્ય સરકારે આપી મંજૂરી - At This Time

રાજકોટમાં રૂ.36 કરોડનાં ખર્ચે જિલ્લા પંચાયતનું અદ્યતન બિલ્ડીંગના નિર્માણ માટે રાજ્ય સરકારે આપી મંજૂરી


રાજકોટનાં રેસકોર્સ પાસે રૂ.36 કરોડના ખર્ચે જિલ્લા પંચાયત કચેરીના આધુનિક સંકુલના નિર્માણ માટે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. સંકુલમાં હાલની કચેરીના પાછળના ભાગે નવી અદ્યતન કચેરી બનાવવા રાજય સરકારે મંજૂરી આપતા ‍પ્લાન સાથેનું ઓનલાઇન ટેન્‍ડર એક-બે દિવસમાં જ બહાર પડશે. ડી.ડી.ઓ. દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ નવી કચેરી નિર્માણ માટેની વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે. બાંધકામ અને ફર્નીચર સહિતનું રૂ. 36 કરોડનું ટેન્‍ડર 1 માસની મુદત સાથે પ્રસિદ્ધ થશે. જો ટેન્‍ડર પ્રક્રિયા સમયસર પૂર્ણ થઇ જાય તો વર્ષ 2024ના પ્રારંભે ખાતમર્હૂત કરી લોકસભાની ચૂંટણી પહેલા જ બાંધકામ શરૂ કરી દેવાની વહીવટી તંત્રની ગણતરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.