પિતાએ ઠપકો આપતા 20 વર્ષીય યુવતીએ ઝેરી દવા પીધી, હોસ્પિટલમાં દમ તોડી દેતાં પરિવારમાં શોક
રાજકોટ નજીક નવાગામ આનંદપર રંગીલા પાર્કમાં રહેતી દેવાંશી લાધાભાઈ મેર (ઉ.20) નામની યુવતીએ ગઈકાલે રાતે ઝેરી દવા પી લેતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ દ્વારા કુવાડવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર દેવાંશીના પિતા લાધાભાઈ સુરાભાઇ મેર રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. દેવાંશીએ શા માટે આ પગલું ભર્યું તે અંગે પરિવારજનો કંઈ જાણતા નથી. પરંતુ તેણી મોડી રાત સુધી મોબાઈલ ફોન લઇને જાગતી હોઈ જે બાબતે પિતાએ ઠપકો આપતા પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.