જંકશન પ્લોટમાં આવેલ વિશાલ માર્ટમાં તસ્કરો ત્રાટકયા: રૂ12 હજારની મતાની ચોરી
જંકશન પ્લોટમાં આવેલ વિશાલ માર્ટ નામના મોલમાં છત તોડી ત્રાટકેલા તસ્કરોએ છુટા પૈસાનું ચિલ્લર, રોકડ, તેલ અને ડ્રાઇફૂટ મળી કુલ રૂ।2 હજારના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટતાં ગાંધીગ્રામ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે જંકશન પ્લોટમાં આવેલ ગાયકવાડી/09માં ગાયત્રી દર્શન એપાર્ટમેન્ટમાં રહેતાં વિશાલ દયાલદાસ સંગતાણી (ઉ.વ.32)એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ વસુધા સોસાયટીમાં વિશાલ માર્ટ નામની કરીયાણાની દુકાન ચલાવે છે. ગઈ તા. 10/12/2023 ના તેઓ દુકાન બપોરના બંધ કરી ઘરે ગયેલ હતો અને ગઈકાલે સવારે સાડા દસેક વાગ્યે તેના ભાઈ રોહીત સંગતાણી સાથે બન્ને દુકાને આવેલ અને દુકાન ખોલીને અંદર જોયું તો દુકાનની અંદર બધુ વેરવિખેર પડેલ હતું.
દુકાનની ઉપર પતરા હોય જે પતરા તોડીને દુકાનની અંદર કોઈ શખ્સે પ્રવેશ કરી અને ગલ્લામાં આવેલ વેપારના રૂ। હજાર રોકડા તથા છુટા પૈસાનુ ચિલ્લર અંદાજે 1000 તથા દુકાનમાં રહેલ માલ જેમા તેલનુ કેન, ડ્રાયફુટ, બીસ્કીટનો સર સામાન જેની કિંમત રૂ। હજાર મળી કુલ રૂ।2 હજારનો મુદ્દામાલ તસ્કરોએ દુકાનમાં ત્રાટકી ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી પીએસઆઈ જે.જી.જાડેજા અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.