રાજકોટની 11 હોટેલમાં કરોડોની GST ચોરી પકડાઈ, 2 હોટેલનું રૂ.20 લાખથી વધુનું ટર્નઓવર છતા રજીસ્ટ્રેશન નહોતું કરાવ્યું
રાજકોટમાં અઠવાડિયા પહેલા પરાબજારમાં ડ્રાયફ્રૂટના વેપારીઓને ત્યાં GSTના દરોડા બાદ અમદાવાદ SGST વિભાગ દ્વારા રાજકોટની 15 જેટલી હોટેલમાં છેલ્લા બે દિવસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અહી કરચોરી અંગે તપાસ કરવામાં આવી હતી. જેમાં 11 હોટેલો કરોડોની GST ચોરી કરતી હોવાનુ સામે આવ્યુ હતું. જેમાંની 2 હોટેલો એવી હતી કે, જેનું રૂ.20 લાખથી વધુનું ટર્નઓવર હોવા છતાં રજીસ્ટ્રેશન નહોતું કરાવ્યું. જેથી, 2 URD (અન રજીસ્ટર્ડ ડીલર) સહિત 11 હોટેલ સંચાલકોને નોટિસ ફટકારી વેરો ભરવા આદેશ કરાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.