ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામે પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોચે તેવા આશયથી ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામે પ્રભારી મંત્રીશ્રી અને પંચાયત અને કૃષિ રાજ્યમંત્રીશ્રી બચુભાઈ ખાબડ ની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ હતી. સરકારની યોજનાકીય સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી બચુભાઈ ખાબડ એ જણાવ્યું હતું કે, ભારત સરકારની તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા વર્ગના લાભાર્થીઓને યોજનાઓનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કાર્યરત છે. ભારત સરકાર દ્વારા છેવાડાનાં માનવી સુધી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ થકી વધુમાં વધુ લાભાર્થીઓ સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે તે માટે સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે.આઝાદીના ૧૦૦ વર્ષે ૨૦૪૭માં આપણો દેશ સંપૂર્ણ વિકસિત થઈ જશે એવા સંકલ્પ સાથે મંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી માટે આ દેશની પ્રજા જ તેમનો પરિવાર છે. તેમણે પ્રજાના લોકકલ્યાણ અને જન સુખાકારી માટે નાની નાની દરેક યોજનાઓનું ધ્યાન રાખ્યું છે. ત્યારે આપણે ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’’નો સંકલ્પ લઈ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવુ જોઈએ.
આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત સંકલ્પની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વીડિયો સંદેશ નિહાળ્યો હતો. આ ઉપરાંત ‘મેરી કહાની મેરી ઝુબાની’ હેઠળ લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે જિલ્લા પંચાયના પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી ભાવિન પંડ્યા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલ,પૂર્વ ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ સેવક, પૂર્વ ધારાસભ્યશ્રી કાળુભાઇ માલીવાડ,તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ,ગામના સરપંચશ્રી, મામલતદારશ્રી,તાલુકા અધિકારી શ્રી , સહિત અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.