રાણપુરના ખસ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ
રાણપુરના ખસ ગામે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' યોજાઇ
રાણપુર તાલુકાના ખસ ગામે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' રથ આવી પહોંચતા ગામની બાળાઓએ રથનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ અવસરે મહાનુભાવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ આપી લાભાન્વિત કરાયાં હતાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' દરમિયાન PMJAY કાર્ડ, આભાકાર્ડ કઢાવવાની સાથે લાભાર્થીઓએ ટી. બીની તપાસ પણ કરાવી હતી. કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિડિઓ સંદેશ નિહાળ્યો હતો. સૌ ગ્રામજનોએ ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.