ભેસાણ તાલુકાના કરિયા ગામે ગૌશાળામાં પશુઓને મૂકવાના બહાને જૂનાગઢ મહાપાલિકાનું કૌભાંડ જનતારેડમાં પકડાયું…
ભેસાણ તાલુકાના કરિયા ગામે ગૌશાળામાં પશુઓને મૂકવાના બહાને મહાપાલિકાનું કૌભાંડ જનતારેડમાં પકડાયુંભેસાણ ના કરિયા ગામે જૂનાગઢ શહેરમાંથી ઢોર પકડીને ગામડાઓમાં છોડી મૂકવાનું કારસ્તાનજૂનાગઢ મહાપાલિકાનું એક નવું કૌભાંડ સામે આવ્યું છે, શહેરમાંથી રખડતા ઢોરને ડબ્બે પૂરીને રાતના સમયે આસપાસના ગામડાઓમાં જ્યાં સિંહ-દીપડાનો વસવાટ છે, તેવા વિસ્તારોમાં ઢોરને છોડી મુકવાનું કારસ્તાન આજે ભેંસાણ પંથકના કરીયા ગામના યુવાનોએ જનતારેડ કરીને પકડી પાડીને મામલો પોલીસ મથકે લઈ ગયા હતા, આ અંગે આગામી દિવસોમાં ૮ ગામના ગ્રામજનો જિલ્લા કલેકટરને રજૂઆત કરવા આવશે.ભેંસાણ તાલુકાના કરીયા ગામના ખેડૂત આગેવાન ચંદ્રેશભાઈ ધડુકે જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં છેલ્લા ૨૦ થી ૨૫ દિવસથી કેટલાક અસામાજિક તત્વો દ્વારા રાતના સમયે વાહનોમાં માલઢોર લાવીને છોડી મુકે છે, જેના પરિણામે તેમના વિસ્તારમાં સિંહ-દીપડાનો વસવાટ હોવાથી તે રેઢિયાળ પશુઓનું વન્ય પ્રાણીઓ મારણ કરે છે, અને સિંહ-દીપડાનો વસવાટ અહી કાયમી થયેલ છે, જેથી અહી ખેતીકામ કરતા ખેડૂતો અને ગામજનોમાં ભય ફેલાયો છે.આ સમસ્યાનો ઉકેલ લાવવા છેલ્લા કેટલાક દિવસોથી ગામના ૨૦ થી ૨૫ જેટલા યુવાનો રાત્રીના સમયે પેટ્રોલિંગ કરતા હતા, ત્યારે આજે ૩.૩૦વાગ્યાના અરસામાં ગામના સરપંચ બાબુભાઈ ધંધુકીયા અને અન્ય યુવાનોએ જૂનાગઢ મહાપાલિકા લખેલું ટ્રેક્ટર પકડી પાડયું હતું, જેમાં ૧૦ જેટલા પશુઓ હતા, જેને રોકીને પૂછતાછ કરતા વાહનમાં બેઠેલા શખ્સે જણાવ્યું કે, આ ઢોર મનપા દ્વારા સાદીયાવાવ નેસમાં આવેલ રાધેશ્યામ ગૌશાળાએ મુકવા માટે જાય છે. ત્યારે ગામના લોકોએ ગૌશાળાના સંચાલકને ફોન કરીને પૂછ્યું તો તેમણે આવી કોઈ જાણ ન હોવાનું કહ્યું હતું, જેથી જનતારેડમાં મનપા દ્વારા કરવામાં આવતું આ કારસ્તાન આજે ગામજનોએ પકડી પાડયું હતું, અને ઢોર ભરેલું મનપાનું વાહન સાથે ભેંસાણ પોલીસ મથકે લઈને પહોંચ્યા અને હોબાળો મચાવ્યો હતો. આ અંગે ગ્રામજનોએ પોલીસમાં લેટરપેડ ઉપર આવી પ્રવુતિ અટકાવવા અને કડક કાર્યવાહી કરવા પોલીસ અને ફોરેસ્ટ વિભાગને લખીને આપ્યું છે.દિવસોમાં કરીયા સહિતના ૮ ગામના લોકો જૂનાગઢ કલેકટરને આવેદનપત્ર આપનાર છે. હાલ તો ગામડાઓમાં ભારોભાર રોષ ફેલાયો છે.
આ અંગે જૂનાગઢ કેટલ શાખાના અધિકારી રાજેશ પરમારે જણાવ્યું કે, જે તે ગૌશાળામાં આ ઢોર મુકવાનું મનપા દ્વારા લેટર પણ તૈયાર કરવામાં આવ્યો હતો, અને ગૌશાળાના સંચાલકને ટેલીફોનીક જાણ પણ કરી હતી, પરંતુ આજે તે વાતનો ઈનકાર કરી રહ્યા છે, અમે કાયદેસર રીતે શહેરમાંથી ઢોર પકડીને ગૌશાળામાં મોકલી રહ્યા હતા. તેનું રેકોર્ડીંગ પણ છે.રાતના સમયે સિંહ-દીપડાનો શિકાર બની જતા ઢોરભેસાણ તાલુકાના કરિયા ના ગ્રામજનોએ જણાવ્યું કે, મનપા દ્વારા જે રીતે ઢોર પકડીને તેમના સિંહ-દીપડાવાળા વિસ્તારમાં ઢોરને છોડી મુકે છે, બે દિવસ પહેલા એક ગાડીમાંથી એક વાછરડીને ચાલુ ગાડીએ ધક્કો મારીને નીચે ઉતારી દીધી હતી, સવારે જોયું તો, એ વાછરડીનું મારણ થઈ ચુક્યું હતું. આવી રીતે શહેરમાંથી ઢોર પકડીને ગામડાઓમાં મુક્ત કરી દેવાતા રાતના સમયે ઢોર સિંહ-દીપડાનો શિકાર બનીજાય છે રિપોર્ટ.... કાસમ હોથી. ભેસાણ..... મો.9913465786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.