આસપુર ગામે દૂધ મંડળીના ચેરમેનનો વિદાય સન્માન સમારોહ યોજાયો - At This Time

આસપુર ગામે દૂધ મંડળીના ચેરમેનનો વિદાય સન્માન સમારોહ યોજાયો


વિરપુર તાલુકાના આસપુર દુધ ઉત્પાદન સહકારી મંડળીમાં ૩૪ વર્ષથી સતત ફરજ આપી રહેલા ચેરમેન નરેન્દ્રભાઈ લાલાભાઈ પટેલનો વિદાય સન્માન સમારોહનુ યોજવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દુધ મંડળીના ચેરમેનનો સૌવ પ્રથમવાર વિદાય સમારંભ યોજવામાં આવ્યો હોય મંડળીનું આર્થિક વિકાસ અને સભાસદોને દૂધના પૂરેપૂરા નાણા મળી રહે તે રીતે ભ્રષ્ટાચાર રહિત ગેરરીતી રહિત નીડર નિષ્પક્ષ સ્વચ્છ એને પ્રમાણિકપણે નિસ્વાર્થ પણે વહીવટ કરી મંડળીનો ઉતરોતર આર્થિક વિકાસ કરવામાં સિંહ ફાળો રહ્યો છે સતત 34 વર્ષ સુધી નરેન્દ્રભાઈ પટેલે ચેરમેન તરીકે રહી નીડરપણે મંડળીનો વહીવટ કરી નિસ્વાર્થ પણે મંડળીની સેવા કરવા બદલ મંડળીના સભાસદો દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ વિદાય સમારંભમા બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, મહિસાગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીનભાઈ શુક્લ, કોંગ્રેસ પાર્ટીના મહિસાગર જિલ્લા મહામંત્રી નારણભાઈ ઉપસ્થિત રહ્યા હતા


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.