સાયલા નાં અનેક ગામોમાં વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા પહોંચી. - At This Time

સાયલા નાં અનેક ગામોમાં વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા પહોંચી.


મિશન મંગલમ યોજના અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની, ગાંધીનગર ના વડા એમ.ડી. શ્રી મનીષબંસલ સાહેબ સાયલા તાલુકાના સામતપર ગામે પ્રાથમિક શાળામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે હાજર રહેલ. કાર્યક્રમ દરમ્યાન લાભાર્થી દ્રારા મેરી કહાની મેરી જુબાની રજુ કરવામાં આવી. સખી મંડળના બહેનોએ “ ધરતી કહે પુકાર કે ’’ નાટક ભજવીને સર્વે ગ્રામજનોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અંગે સમજ આપી. તેમજ મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનો કરેલ અંતમાં માનનીય વડાપ્રધાનશ્રી દ્રારા લાઇવ ટેલીકાસ્ટ થી કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ,તાલુકા વિકાસ અધિકારી, જીલ્લા લાઇવલીહુડ મેનેજર, TLM, તમેજ DRDA અને તાલુકા પંચાયત ના કર્મચારી હાજર રહેલ
વધુમાં ઓવનગઢ ગામે મિશન મંગલમ યોજના હેઠળ થયેલ કામગીરી ની એમ.ડી થી GLPC ગાંધીનગર દ્રારા મુલાકાત લેવામાં આવી. જેમાં સીનેટરી નેપકીન પેકિંગ યુનિટ વાસણ ભંડાર કટલેરી શોપ, દૂધની ડેરી કરીયાણા ની દુકાન કપાસ વેચાણ કેન્દ્રની રૂબરૂ સ્થળ મુલાકાત લઈને બહેનોનો ઉત્સાહ વધારેલ, આરોગ્ય લક્ષી કામગીરી અંગે જાણકારી મેળવી SHG ના બહેનો દ્રારા થતી કામગીરીની સમીક્ષા કરી અને વધુ સારી કામગીરી હાથ ધરવા અંગે સમજ આપી હતી.
અહેવાલ.. જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.