મનપા ફુડ શાખાનું ડેરી ફાર્મમાં ચેકિંગ: શિખંડ-દૂધનાં 4 નમુના લીધા: 17 નમુનાઓની સ્થળ પર તપાસ
રાજકોટ મનપા ફુડ વિભાગની ટીમોએ ખાદ્યચીજોના વેચાણની ચકાસણીમાં 24 ધંધાર્થીઓને તપાસ કરી 17 નમુનાઓની સ્થળ પર તપાસ સાથે 4 ડેરીફાર્મમાંથી શિંખડ-દૂધન નમુના લીધા હતાં.7 ધંધાર્થીને લાઈસન્સ બાબતે સુચના આપવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા ડ્રાયફૂટ કેશર શિખંડ (લુઝ) : સ્થળ- ગાયત્રી ડેરી ફાર્મ, રામેશ્વર ચોક, ગીતગુર્જરી સોસાયટી મેઇન રોડ, ભેસનું દૂધ (લુઝ) : સ્થળ- ગાયત્રી ડેરી ફાર્મ, રામેશ્વર ચોક, ગીતગુર્જરી સોસાયટી મેઇન રોડ, મિક્સ દૂધ (લુઝ) : સ્થળ- વુંદાવન ડેરી ફાર્મ, ભક્તિનગર સોસાયટી સબ સ્ટેશનની સામે, મિલપરા મેઇન રોડ, મિક્સ દૂધ (લુઝ) : સ્થળ- શ્રી મુરલીધર ડેરી ફાર્મ, ગુંદાવાડી મેઇન રોડ, નમુના લીધા હતા.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે રાજનગર ચોક થી માયાણી ચોક વિસ્તારમાં આવેલ, શિવ ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, શિવ છોલે ભટુરે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, ડીલકસ દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, જય બાલાજી ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, જલારામ ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, પટેલ ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, શિવાંશી પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.તથા, બાલાજી સાઉથ ઇન્ડિયન, જલારામ દાળપકવાન, શ્રી ગણેશ મદ્રાસ કાફે, શ્રીરામ આઇસ્ક્રીમ, જય હો કાઠિયાવાડી,જય સરદાર રેસ્ટોરેન્ટ, સદગુરુ ગાંઠિયા, આનંદ ભોજનલાય, રાજ ખોડલ ઢોસા,લીંબુ સોડા ,ખોડલ ભેળ,હરી ઓમ ઢોસા, પટેલ ફાસ્ટ ફૂડ,શ્રી હરી ભોજનાલાય,પ્રિન્સ શીંગ ચીકી, પટેલ રેસ્ટોરેન્ટ,સંતોષ ડેરી ફાર્મની ચકાસણી કરવામાં આવેલ.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.